1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 14 ઑગસ્ટ 2020 (11:52 IST)

અમદાવાદના રાણીપમાં બન્યો દેશનો પહેલો 'આત્મનિર્ભર' ઓવરબ્રિજ, અન્ય પાંચ બ્રિજના નામ પણ જાહેર

બે વર્ષ પહેલાં અમદાવાદ શહેરમાં બનેલા નવા રેલવે ઓવરબ્રિજ અને ફ્લાઇઓવર બ્રિજના નામાકરણની પ્રક્રિયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરી દીધી છે. રાણીપ બ્રિજને 'આત્મનિર્ભર' ગુજરાત રેલવે ફ્લાઇ ઓવરબ્રિજ' નામ આપવામાં આવ્યું છે. શહેરના કુલ રેલવે-ફ્લાઇ ઓવરબ્રિજનું નામ પણ આપવામાં આવ્યા છે. આજે એક સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના પાંચ ઓવરબ્રિજોના નામ લેવામાં આવ્યું હતું. 
ભાજપના સ્વર્ગસ્થ બે નેતાઓ અરૂણ જેટલી અને સુષ્મા સ્વરાજના નામે પણ એક બ્રિજ રાખવામાં આવ્યો છે. તો એક બ્રિજનું નામ આત્મનિર્ભર ગુજરાત રાખવામાં આવ્યું છે. 
 
પાંચ નવનિર્મિત રેલવે ઓવરબ્રિજ અને ફ્લાઇઓવરનું નામકરણ
 
આત્મનિર્ભર ગુજરાત રેલવે ઓવરબ્રિજ, રાણીપ બલોલનગર રેલવે ઓવરબ્રિજ
સ્વર્ગીય અરૂણ જેટલી ફ્લાય ઓવરબ્રિજ, ઇનક્મટેક્સ ઓવરબ્રિજ
મહારાણા પ્રતાપ ફ્લાય ઓવરબ્રિજ, બાપૂનગર દિનેશ ચેમ્બર્સ ઓવરબ્રિજ
સ્વર્ગીય સુષ્મા સ્વરાજ ફ્લાય ઓવરબ્રિજ, અંજલિ ચાર રસ્તા ઓવરબ્રિજ
છત્રપતિ શિવાજી ફ્લાય ઓવરબ્રિજ, હાટકેશ્વર ઓવરબ્રિજ