ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 19 ફેબ્રુઆરી 2021 (17:12 IST)

અભિષેક બેનર્જીએ અમિત શાહ પર કર્યો માનહાનિનો દાવો, 22 ફેબ્રુઆરીએ કોર્ટમાં થવુ પડશે હાજર

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા ચાલી રહેલી રાજનીતિક લડાઈ હવે કાયદાકીય વિવાદમાં બદલતી જોવા મળી રહી છે. રાજ્યની સીએમ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ હોમ મિનિસ્ટર અમિત શાહ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આ કેસની સુનાવણી કરતા એમપી-એમએલએની સ્પેશ્યલ કોર્ટે અમિત શાહને 22 ફેબ્રુઆરીના રોજ કોર્ટમાં રજુ થવાનો આદેશ આપ્યો છે. આ મામલો 2018માં એક રેલી દરમિયાન અમિત શાહ તરફથે અભિષેક બેનર્જી પર લગાવેલ આરોપોનો છે. 11 ઓગસ્ટ 2018ના રોજ બીજેપીની યુવા સ્વાભિમાન રેલી દરમિયાન અમિત શાહે મમતા બેનર્જીના ભત્રીજા પર કરપ્શનનો આરોપ લગાવ્યો હતો.