ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 7 ફેબ્રુઆરી 2022 (12:26 IST)

ભારતીય ક્રિકેટ ટીમની 1000મી વન ડેને ધ્યાનમાં રાખી અમૂલે લોન્ચ કરી પાણીની બોટલ

રવિવારે ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI શ્રેણીની પ્રથમ મેચ તરીકે તેની 1000મી ODI રમાઇ હતી. અમૂલે ભારતની 1000મી ODI નિમિત્તે ODI માટે પાણીની બોટલ લોન્ચ કરી. અમૂલ ટીમ ઈન્ડિયાની ઓફિશિયલ બેવરેજ પાર્ટનર છે. આ નવી લોન્ચ કરવામાં આવેલી પાણીની બોટલ માત્ર સ્ટેડિયમમાં જ ઉપલબ્ધ હશે. જેનો ઉપયોગ મેચના અધિકારીઓ જ કરશે.
 
તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે તેની 1000મી આંતરરાષ્ટ્રીય વન-ડે મેચ રમી હતી. આ માટે સ્ટેડિયમમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જે મુજબ સ્ટેડિયમની અંદર ખેલાડીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. સ્ટેડિયમની મોટી સ્ક્રીન પર ભારતીય ટીમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જો કે દેશમાં કોરોનાની સ્થિતિને જોતા આતશબાજીનો કાર્યક્રમ યોજાયો ન હતો.
 
ઉપરાંત, વેસ્ટ ઈન્ડિઝ સામેની તેમની પ્રથમ ODI પહેલા, ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ભારતીય U-19 ક્રિકેટ ટીમને શુભેચ્છા પાઠવી હતી.