ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 7 ફેબ્રુઆરી 2022 (10:12 IST)

સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના કાકાની હત્યા, મંત્રીનો પરિવાર સુરત માટે રવાના

સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કાકાનું પાડોશી સાથેની લડાઈમાં મોત થયું છે. ઘટનાની જાણ થતાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના માતા-પિતા ગાંધીનગરથી સુરત જવા રવાના થઈ ગયા છે. સુરતના અડાજણ રતન પાર્ક એપાર્ટમેન્ટમાં લિફ્ટને લઈને બે પાડોશીઓ વચ્ચે મારામારીમાં આ ઘટના બની હતી.
 
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા રતન પાર્કમાં રહેતા મહેશભાઈ સંઘવી (ઉંમર 63) ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કાકા છે. તેઓ સુરતમાં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. શનિવારે તેઓ તેમની પુત્રી સાથે ખરીદી કરવા ગયા હતા. એ જ વખતે લિફ્ટમાં કમલેશ મહેતા નામનો પાડોશી આવ્યો. લિફ્ટને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. મહેશ સંઘવી લિફ્ટમાં ઉપરના માળે આવી રહ્યા હતા ત્યારે બોની કમલેશ મહેતા નામના યુવક સાથે ઝઘડો થયો હતો.
 
કમલેશ મહેતાએ મહેશભાઈને નાકમાં મુક્કો મારતાં તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. જે બાદ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે રાંદેર પોલીસને જાણ કરતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની જાણ થતાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના માતા-પિતા ગાંધીનગરથી સુરત જવા રવાના થઈ ગયા છે.

આ મામલે પોલીસે ફરિયાદ નોંધી યુવકની ધરપકડ શરૂ કરી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.