શુક્રવાર, 6 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 15 સપ્ટેમ્બર 2023 (13:12 IST)

એકસાથે 10 વાહનોનો ધડાકાભેર 4 બસ, 4 કાર, 2 ટ્રકની ટક્કર; અનેક વાહનચાલકો ઈજાગ્રસ્ત

Surat Accident - સુરત નેશનલ હાઈવે નંબર 48 પર ગત મોડી રાત્રે લક્ઝરી બસના કારણે સર્જાયો અકસ્માત, 4 લક્ઝરી બસ, 4 કાર અને 2 ટ્રક વચ્ચે અકસ્માત, અકસ્માતમાં અનેક વાહન ચાલકોને ઈજા 

નેશનલ હાઇવે અકસ્માત ગતમોડી રાત્રે એકસાથે 10 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેને પગલે નેશનલ હાઇવે નંબર 48 પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. ઘટનાને પગલે કોસંબા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને ટ્રાફિક હળવો થાય એ દિશામાં તજવીજ હાથ ધરી હતી. તો અકસ્માતના કારણે અનેક વાહનચાલકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.
 
સુરત જિલ્લામાં કિમ ચાર રસ્તા પાસે ગત મોડી રાત્રે વધુ એક અકસ્માત સર્જાયો હતો.એક લક્ઝરી બસના ચાલકે અચાનક બ્રેક મારી દેતા પાછળ આવી રહેલાં વાહનો એકબીજાની પાછળ ઘૂસી ગયા હતા.અકસ્માતને પગલે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો
 
ત્યારે હાઇવે પર પેસેન્જર ભરવા ઉભી રહેલી લકઝરી બસોને કારણે જ આ અકસ્માત સર્જાયો હોવાનું મનાઇ રહ્યું છે. લકઝરી બસ એકાએક ઉભી રાખતા પાછળ ધડાકાભેર એક પાછળ એક અન્ય વાહનો ભટકાયા હતા.