ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 17 ઑગસ્ટ 2022 (11:33 IST)

અમદાવાદના થલતેજમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનો નિર્માણાધીન પીલર નમી પડયો

ahmedabad thaltej
રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડમાં આજે અમદાવાદમાં પણ વરસાદ ખાબક્યો હતો. તેવામાં આજે વરસાદી વાતાવરણ વચ્ચે અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનો નિર્માણધીન પીલર નમી પડતા નાશભાગ મચી જવા પામી હતી. અમદાવાદમાં એક બાજુ વરસાદી માહોલ વચ્ચે થલતેજ વિસ્તારમાં મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરી ચાલુ હતી આ દરમિયાન મેટ્રો બ્રિજના એક પિલરમાં લોખંડનો પિલર નમી પડ્યો હતો.

વરસાદી માહોલમાં મોટા ભાગે અનેક દુર્ઘટના સામે આવતી હોય છે. તેવામાં મેટ્રો બ્રિજનો એક પિલર નમી પડવાની ઘટનાને લઈને ક્ષણિક અફરાતફરી મચી ગઇ હતી અને લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. બીજી તરફ આ ઘટના અંગે જાણ કરાતા  ફાયર વિભાગ અને મેટ્રોની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સબંધિત વિભાગને જરૂરી આદેશ જારી કર્યા હતા. મહત્વનું છે કે આ ઘટનામાં કોઈ જાન હાની કે ઇજા થઇ નથી.અમદાવાદમાં ફરી વરસાદી વાતાવરણ જામ્યું છે. આજે સાંબેલધાર વરસાદ વરસ્યો હતો. સાંજે 6.30 બાદ ગોરંભાયેલા વાદળો વચ્ચે મહરાજાનું આગામન થયું હતું. ત્યારબાદ મેઘરાજએ સટાસટી બોલાવી દેતા પાણી પાણીના દ્રશ્યો સર્જાયા હતા. તો રોડ પર પાણી ભરાતા ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ગોતા, ન્યુ રાણીપ, ચાંદખેડા, મોટેરા,  બોડકદેવ, વસ્ત્રાપુર, સાબરમતીમાં નોબલનગર, સરદારનગર, એરપોર્ટ સહીતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.ભરે વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.