કોરોનાના કારણે એશિયાના સૌથી ધનિક ગામમાં પહેલીવાર યોજાઇ રહ્યો છે ઓનલાઇન કાર્યક્રમ
મધ્ય ગુજરાત અને એશિયાના સૌથી અમીર ગામ ધર્મજમાં 12 જાન્યુઆરીને લઇને ઉત્સાહનો માહોલ છે. આ દિવસે એનઆઇઆર પરિવાર એટલે કે વિદેશમાં રહેતા ગુજરાતી ધર્મજ દિવસ ઉજવે છે. આ ગત 14 વર્ષોથી ઉજવવામાં આવે છે પરંતુ આ વિશે કોરોનાના સંક્રમણના કારણે વિદેશી ગુજરાતી પરિવાર તેને ઓનલાઇન ઉજવવાના છે.
તમને જણાવી દઇએ કે ધર્મજ ગામના ગુજરાતી પરિવાર અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ફિજી, ફિનલેંડ સહિત ઘણા દેશોમાં રહે છે. દર વર્ષે 12 જાન્યુઆરીના રોજ વિદેશમાં રહેતા આ પરિવાર પોતાના ગૃહનગર ધર્મજમાં આવે છે અને ધર્મજ દિવસ ઉજવે છે. છ ગામ પાટીદાર સમાજ અને ધરોહર ફાઉન્ડેશન ધર્મજ દ્વારા આયોજિત, આ મહોત્સવમાં આ વખતે વિદેશમાં રહેતા પરિવાર સામેલ નહી થાય, પરંતુ ધર્મજ ગામમાં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે દુનિયાના તમામ ગુજરાતી આ દિવસે ઓનલાઇન આનંદ લઇ શકશે.
તમને જણાવી દઇએ કે ધર્મજ ગામની 12 હજારની વસ્તી છે. અહી દરેક પરિવાર ખુશ છે, કારણ કે દરેક ઘરનો એક વ્યક્તિ ગામ અને ખેતરમાં રહે છે અને બીજો ભાઇ પૈસા કમાવવા માટે વિદેશ જાય છે. આ ગામનો વિકાસ વિદેશમાં રહેતા પરિવારોના આધીન છે.
આશ્વર્યની વાત એ છે કે આ નાનકડા ગામમાં દેશની 17 બેંકોની શાખાઓ છે જે કોઇ અન્ય ગામમાં કદાચ જ હશે. પીવાના પાણી માટે આરો પ્લાન્ટ છે. ગામમાં ગુજરાતી સાથે અંગ્રેજી માધ્યમની સ્કૂલ છે. અહીં ફક્ત એક સ્કૂલ છે. પરંતુ એક એન્જીનિયરિંગ કોલેજ અને એક ફાર્મસી કોલેજ પણ છે.
ફક્ત ગુજરાત જ નહી પરંતુ દેશના અન્ય ગામમાં ભાગેય જ જોવા મળે તેવી સુવિધાઓ આ ગામમાં છે. આ ગામમાં બળદગાડીથી માંડીને બીએમડબ્લ્યો પણ છે. આ ગામનું સૌથી મોટું આકર્ષણ ગૌચર યોજના છે. સંપૂર્ણપણે આત્મનિર્ભર ગામ ધર્મજની પોતાની વેબસાઇટ અને યૂટ્યૂબ ચેનલ છે. આ ઉપરાંત ફેસબુક પેજ છે. ગત 13 વર્ષોથી જ્યારે 12 જાન્યુઆરીના રોજ ધર્મજ દિવસ ઉજવવામાં આવે છે, વિદેશોમાં રહેતા પરિવાર આ દિવસને ઉજવવા માટે પોતાના ગામ આવે છે, પરંતુ આ વખતે કોરોનાના કારણે ઓનલાઇન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.