ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 6 જાન્યુઆરી 2021 (08:05 IST)

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો, આજે 655 નવા કેસ નોંધાયા

ગુજરાત માટે રાહતના સમાચાર છે. એક બાજુ કોરોના વેક્સીન આપવી શરૂ થઈ રહી છે તો બીજી બાજુ રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 655 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 4 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4325 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 8830 એક્ટિવ કેસ છે, જ્યારે 868 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે.  અત્યાર સુધી કુલ 2,35,426 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 59 દર્દી વેન્ટીલેટર પર છે અને 8771 લોકો સ્ટેબલ છે.  કોરોનાના કારણે કોરન્ટાઇન કરવામાં આવ્યા હોય તેવા લોકોની સંખ્યા આજની તારીખે 5,02,650 છે, જે પૈકી 5,02,530 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઇન છે અને 120 વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.
 
આજે નોંધાયેલા કુલ કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 137, સુરત કોર્પોરેશનમાં 106 વડોદરા કોર્પોરેશનમાં 96, રાજકોટ કોર્પોરેશનમાં 57, વડોદરા 28, સુરત 18, ખેડા 16, રાજકોટ 16, ગાંધીનગર કોર્પોરેશનન 14, કચ્છ 14, સુરેન્દ્રનગર 12, દાહોદ 11, મહેસાણા 11, ગાંધીનગર 10 ના હતા.  સતત 32માં દિવસે નવા કેસ કરતા સાજા થનારા દર્દીની સંખ્યા વધુ નોંધાઈ છે. આ સાથે જ રાજ્યનો કુલ રિક્વરી રેટ 94.71 ટકા થયો છે.