શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Updated : સોમવાર, 20 જુલાઈ 2020 (18:19 IST)

Corona Gujarat Update - વડોદરામાં કોરોનાના વધુ 78 પોઝિટિવ કેસ, દર્દીઓની સંખ્યા 3682

ગુજરાતમાં એક જ દિવસમાં કોરોના વાઇરસના રેકર્ડ 965 કેસો નોંધાયા છે અને આ સાથે જ રાજ્યમાં ચેપગ્રસ્ત દરદીઓની કુલ સંખ્યા 48,441 થઈ ગઈ છે. આ દરમિયાન વધુ 20 દરદીનાં મૃત્યુ થયાં છે અને એ સાથે જ કુલ મૃતાંક 2,147 થઈ ગયો છે.
 
આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 206, અમદાવાદ કોર્પોરેશનમાં- 186, સુરત -79, વડોદરા કોર્પોરેશનમાં-67 , રાજકોટ કોર્પોરેશન 38, અમદાવાદ-26, ભાવનગર કોર્પોરેશન 25, ગાંધીનગર 24, મહેસાણા 22, બનાસકાંઠા 21, દાહોદ 19, કચ્છ 19, ભરૂચ 18, પંચમહાલ 16, સુરેન્દ્રનગર 15, પાટણ 14, વલસાડ 14, અમરેલી 13, જુનાગઢ કોર્પોરેશન- 13, ખેડા-12, તાપી 12, વડોદરા 12, નવસારી 11, રાજકોટ 11, ભાવનગર 10, સાબરકાંઠા-10, મોરબી 9,આણંદ 7, જામનગર કોર્પોરેશન-7, ગાંધીનગર કોર્પોરેશન -6, મહીસાગર-5, અરવલ્લી-4, જામનગર 3, નર્મદા 3, બોટાદ 2, ગીર સોમનાથ 2, જુનાગઢ 2, છોટા ઉદેપુર 1 અને પોરબંદરમાં એક કેસ સામે આવ્યો છે.

06:17 PM, 20th Jul
વડોદરા બ્રેકિંગ
 
વડોદરામાં કોરોનાના વધુ 78 પોઝિટિવ કેસ આવ્યા 
 
કોરોનાના દર્દીઓની સંખ્યા વધી થઈ 3682
 
541 સેમ્પલમાંથી 78 કેસ આવ્યા પોઝિટિવ 
 
કોરોનાથી આજે વધુ 113 દર્દીઓ સાજા પણ થયા
 
અત્યાર સુધી કોરોનાથી 3002 દર્દી સાજા થયા
 
આજે કોરોનાથી વધુ 1 દર્દીનું મોત પણ નીપજ્યું, કુલ 63 મોત

06:17 PM, 20th Jul
ભરૂચ કોરોના અપડેટ
 
આજરોજ ભરૂચમાં 22 પોઝિટિવ કેસ નોંધાયા....
 
કુલ પોઝિટિવ કેસ 666 થયા

06:16 PM, 20th Jul
તાપી@કોરોના બ્રેકીંગ
 
જિલ્લામાં કોરોના નો વિસ્ફોટ ...
 
એક સાથે ફરી 16 કેસ પોઝીટીવ મળી આવ્યા ...
 
આજે વાલોડ તાલુકામાં એકી સાથે 7 પોઝીટીવ કેસ સામે આવ્યા..
 
વ્યારા તાલુકામાં 4 પોઝીટીવ કેસ નોંધાયા...
 
જ્યારે સોનગઢ તાલુકામાં 5 પોઝીટીવ કેસ નોંધાયા...
 
જિલ્લામાં કોરોનાનો કેર થયાવત...
 
જિલ્લામાં કોરોના ના કેસ ની સેન્ચુરી પુરી..
 
જિલ્લામાં અત્યાર સુધી કુલ 102 કોરોનાં કેસ નોંધાયા..
 
અત્યાર સુધી 51 દર્દી ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા..
 
હાલ જિલ્લામાં 50 એક્ટિવ કેસ...
 
જિલ્લામાં શહેરી વિસ્તારો ની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના નું વધતું સંક્રમણ ચિંતા નો વિષય...
 
જિલ્લા માં સતત વધી રહેલા કોરોના પોઝીટીવ ના કેસો ને લઈ લોકો માં ચિંતા વધી ...

06:10 PM, 20th Jul
વડોદરા પાદરા...
 
પાદરા માં આજે કોરોના ના વધુ 4 કેસ નોંધાયા...
 
પાદરા માં કોરોના નો આંકડો 253 પર પહોંચ્યો..
 
2 કેસ પાદરા શહેર અને બે ગ્રામ્ય વડું અને ડભાસા માં એક કેસ...
 
શહેર બાદ ગ્રામ્ય માં સતત કેસ માં વધારો...

06:10 PM, 20th Jul
બ્રેકિંગ, નવસારી
 
નવસારીમાં કોરોના કહેર યથાવત 
 
નવસારીની જલાલપોર વિધાનસભાના માજી ધારાસભ્ય વસંત પટેલ કોરોના પોઝિટીવ
 
જિલ્લામાં આજે વધુ 10 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા 
 
જિલ્લામાં કુલ 382 કોરોના પોઝિટીવ કેસ
 
216 રિકવર, 27 મોત, 139 એકટીવ કેસો

06:10 PM, 20th Jul
અરવલ્લી...
 
અરવલ્લીમાં કોરોનાના વધુ ૫ પોઝિટિવ કેસ...
 
જિલ્લાના ગામડાઓમાં વધ્યા કોરોનાના કેસો...
 
મોડાસાની સુકાનપાર્કમાં મહિલાને કોરોના...
 
બાયડના આંબલીયારામાં બે પુરૂષને કોરોના...
 
માલપુરના ભાટિયાવાસમાં વૃદ્ધને કોરોના...
 
મેઘરજના જુના મસ્જિદ વિસ્તારમાં પણ વૃદ્ધને કોરોના

06:09 PM, 20th Jul
જામનગર...
 
જામનગર : એક જ પરિવારના 6 સભ્યોને કોરોના
 
55 દિગ્વિજય પ્લોટમાં રહેતા કંસારા પરિવારને કોરોના
 
નાના બાળકથી માંડી વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
 
એક પરિવારમા 4 મહિલા અને 2 પુરુષને કોરોના પોઝિટિવ
 
જામનગર શહેરમા કોરોનાનુ વધતુ સ્થાનિક સંક્રમણ

05:48 PM, 20th Jul
અમરેલી બ્રેકીંગ
 
અમરેલી જીલ્લામાં વધુ 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા......
 
જીલ્લામા કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 235 પર પહોંચી......
 
હાલ અમરેલી જીલ્લામાં 96 એક્ટીવ કેસ......
 
અત્યાર સુધીમાં કુલ 16 ના મોત, 123 સ્વસ્થ થયા...

03:32 PM, 20th Jul
પાટણ બ્રેકિંગ
 
પાટણ પાલીકા ખાતે ખાસ નિર્ણય લેવા બેઠક મળી
 
બેઠક માં તા 22 જુલાઈ થી 31 જુલાઈ સુધી બજારો બંધ રાખવા કરાઈ અપીલ
 
કોરોના પોઝીટીવ કેસ વધવાને પગલે બાપરે 1 વાગ્યા બાદ બજારો બંધ રાખવા કરી અપીલ

03:31 PM, 20th Jul
રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત
 
આજે વધુ 26 પોઝિટિવ કેસ નોંધાયા
 
ગઈકાલ સાંજના 5 વાગ્યા થી આજ રોજ 12 વાગ્યા સુધી 26 કેસ નોંધાયા
 
શહેર માં કોરોના પોઝિટિવ આંક 639 પહોંચ્યો જે પૈકી 326 દર્દીઓ સારવાર હેઠળ

03:31 PM, 20th Jul
ભરૂચ કોરોના અપડેટ
 
ભરૂચ જિલ્લામાં આજે કોરોના વાયરસના અત્યાર સુધી 9 પોઝીટીવ કેસ નોંધાયા
 
રેપીડ ટેસ્ટ કિટથી લેવાયેલ 9 સેમ્પલ
પોઝીટીવ
 
જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 653 પર પહોંચી

03:31 PM, 20th Jul
મહેસાણા બ્રેકિંગ
 
એશિયાનું સૌથી મોટું માર્કેટ ઊંઝા માર્કેટયાર્ડ આજથી બંધ 
 
કોરોના ની મહામારી ને લઇ ઊંઝા એપીએમસી બંધ રાખવા વહેપારી એસોસિએશન ધ્વારા લેવાયો નિર્ણય
 
વેપારીઓ દ્વારા સ્વંયંભુ બંધ પાળવામાં આવ્યું 
 
આજથી 25 તારીખ સુધી બંધ પાળવામાં આવશે 
 
વેપારી એસોસિએશનની મિટિંગમાં લેવાયો હતો નિર્ણય 
 
આજે સંપૂર્ણ માર્કેટના વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખ્યા

03:17 PM, 20th Jul
બોટાદ બ્રેકિંગ
 
રાણપુર વેપારી મહામંડળ નો મહત્વપુર્ણ નિર્ણય
 
આજથી 12 દિવસ સુધી રાણપુરની તમામ દુકાનો બપોરે 2 વાગ્યા સુધીજ ખુલ્લી રહેશે
 
બોટાદ ના રાણપુરમાં વધતા જતા કોરોના  કેસો ને લઈ 
 
રાણપુર વેપારી મંડળની  મીટીંગમાં કોરોના સંક્રમણ ને અટકાવવા મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો
 
આજથી 12 દિવસ સુધી સવારના 7 થી બપોરના 2 વાગ્યા સુધી રાણપુરની તમામ દુકાનો,લારી,ગલ્લા,કેબીન સહીતના તમામ ધંધા-રોજગાર બપોરના 2 વાગ્યા પછી રહેશે બંધ
 
સ્વયંભુ બંધ રહેશે અને આ સમય દરમ્યાન સંપુર્ણ લોકડાઉન રહેશે.

03:17 PM, 20th Jul
સુરત બ્રેકીંગ....
 
નવી સિવિલ હોસ્પિટલ ના એક સિનિયર સિસ્ટર નું પરિચારિકા નું  કોરોના માં નિધન...
 
57 વર્ષીય અસ્મિકાબેન પટેલ મોતને ભેટ્યા
 
નવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ ક્વાર્ટસ  કંપાઉન્ડમાં રહેતા હતા...
 
પતિ અને દીકરો આઘાત માં...
 
આખો નરસિંગ સ્ટાફ શોકમાં ગરકાવ...
 
12 દિવસથી સિવિલના MICU માં  દાખલ હતા...
 
શરદી, ખાસી, તાવ અને શરીરના દુખાવા ને લઈ દાખલ કરાયા હતા
 
કોરોના નો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો....
 
હવે મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ ના મૃત્યુ ને લઈ કર્મચારીઓ ચિંતિત.

03:17 PM, 20th Jul
સુરત બ્રેકિંગ....
 
 
કોરોના ને ડામવા પાલિકા દરરોજ પાંચ હજાર રેપીડ ટેસ્ટ કરશે
 
 
ટેસ્ટિંગ ત્રણ ગણું વધતા રોજના પાંચસો કેસ ની સંભાવના
 
ખાંસી,શરદી,તાવ ધરાવતા દર્દીઓના ટેસ્ટ
 
કોરોના  ચેપ ના શરૂવાત ના લક્ષણોના આધારે દર્દી તથા તેના સબંધીઓને હોમ આઇસોલેશન કરી ચેપનો ફેલાવો અટકાવવા રણનીતિ
 
 
પ્રતિદિવાસ પાંચ હજાર રેપીડ ટેસ્ટ થાય તો રોજના 500 કેસો આવવાની સંભાવના છે.
 
 
સુડા ખાતે મળેલી પાલિકા કમિશનર અને જીઆડીસી ના મેનેજીંગ ડિરેકટર એમ.થેનારાશન વચ્ચે બેઠક
 
બેઠક માં એઆરઆઈ ના તમામ કેસો નો રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવા આદેશ આપવામાં આવ્યો હતો
 
 
દરેક ઝોનમાં હાલ 400 થી 600 કેસો ખાંસી શરદી અને તાવના 
 
 
હાલ પાલિકા દ્વારા પ્રતિદિવસ 1500 થી 1700 ટેસ્ટ ની કામગીરી

12:38 PM, 20th Jul
કોંગ્રેસના પેટલાદ બેઠકના ધારાસભ્ય નિરંજન પટેલ કોરોનામાં પટકાયા છે. તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. ગુજરાત કોંગ્રેસના આ પાંચમા ધારાસભ્ય છે જેમને કોરોનાનો ચેપ લાગ્યો છે.
 
આ અગાઉ સૌપ્રથમ ઈમરાન ખેડાવાલા એ પછી ચિરાગ કાલરિયા, ગેનીબહેન ઠાકોર, કાંતિ ખરાડીને ચેપ લાગ્યો હતો. મોટા ભાગના ધારાસભ્યો સ્વસ્થ્ય થઈ ચૂક્યા છે. હમણાં છેલ્લે છેલ્લે ખરાડીપણ સપડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાની ચૂંટણી પછી કોંગ્રેસના ધારાસભ્ય કોરોનામાં પટકાયા છે.

12:35 PM, 20th Jul
રાજકોટ શહેરમાં આજે વધુ 26 કેસ નોંધાયા છે અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજે ત્રણ દર્દીના કોરોનાથી મોતી નીપજ્યા છે. જેમાં ગોંડલના  ગુંદાળા રોડ રામેશ્વર પાર્કમાં રહેતા પાનીબેન પરસોત્તમભાઇ (ઉં.વ.75)નો સમાવેશ થાય છે. રાજકોટ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1 હજારને પાર થઇ ગઇ છે. 

12:29 PM, 20th Jul

ભરૂચ જિલ્લામાં કોરોનાના દર્દીની અંતિમ વિધિ માટે વારંંવાર વિવાદ ઉભા થતાં તંત્રે સરકારી જમીન પર સ્પેશિયલ કોવિડ દર્દીની અંતિમવિધિ માટે અલાયદું સ્મશાન ગૃહ ઉભું કર્યું છે. ગોલ્ડન બ્રિજ અંકલેશ્વર ખાતે નર્મદા મૈયા બ્રિજની બાજુમાં તંત્રે પાકા પ્લેટફોર્મ સાથે પતરાનો શેડ ઉભો કર્યો છે. જ્યાં કોવિડ દર્દીની અંતિમ વિધિ થઇ શકશે તેમજ નર્મદા નદીના નીચે કિનારે પણ અંતિમ ક્રિયા કરી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોવાની જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી મોડીયાએ સત્તાવાર જાહેરાત કરી 

12:20 PM, 20th Jul

છેલ્લા કેટલાક સમયથી સુરત ગુજરાતમાં કોરોનાનું એપી સેન્ટર બન્યું છે. ત્યારે સુરતમાં કોરોનાના કેસો વધતાં તંત્ર સક્રીય બન્યું છે અને કોરોનાનું સંક્રમણ અટકાવવા મનપાએ મોટો નિર્ણય લીધો છે. સુરત કોર્પોરેશન દ્વારા રોજના પાંચ હજાર રેપીડ ટેસ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે. ખાંસી, શરદી, તાવ ધરાવતા તમામ દર્દીઓના ટેસ્ટ કરવામાં આવશે. 
 
કોર્પોરેશનના આ નિર્ણયને પગલે ટેસ્ટિંગ ત્રણ ઘણું થતા રોજના પાંચસો કેસ સંભવ છે. દર્દીને જરૂર લાગે તો હોમ આઇસોલેશન, હોસ્પિટલમાં દાખલ કરાશે