સંબંધિત સમાચાર
- સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું: સુરતીઓ આટલા વાગ્યા સુધી જ ફોડી શકશે ફટાકડા
- Surat News - સુરતમાં હત્યા કરી લાશને દિવાલમાં ચણી દીધી, 5 વર્ષ પછી ખૂલ્યો ભેદ
- Surat News - સુરતમાં 50 વર્ષ જૂની બિલ્ડીંગની ગેલરી તૂટી, ત્રણના મોત
- સૂરતમાં કરોડપતિ બન્યા ઝાડૂ ચોર, આરોપીઓમાં હીરા દલાલ, જમીન દલાલ અને એમ્બ્રોઈડરી કારખાનાનો માલિક..
- સુરતના આ પાટીદાર અગ્રણીના આપઘાત કેસમાં PI સહિત 11 સામે ફરિયાદ દાખલ કરાઈ
સુરતમાં નકલી તેલ-ઘી બનાવાનું કારખાનું ઝડપાયું
સુરતવાસીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરવાનું કૌભાંડ ઝડપાયું છે. તેલ કંપનીએ પોલીસ સાથે રેડ કરી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. સુરતના રામનગર વિસ્તારમાં આવેલા હાઉસિંગમાંથી બ્રાન્ડેડ કંપનીના તેલ અને ઘીનું ડુપ્લિકેશન કરવાનું કારખાનું ઝડપાયું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, સુમુલ, ગુબાલ, ફોર્ચ્યુન, તિરૂપતિ સહિતની કંપનીના સ્ટીકર મળ્યા હતા. ડુપ્લીકેટ ઘી ઉપર ઓરિજિનલ કંપનીના લેબલ મારવામાં આવ્યા હતા.
રામનગર વિસ્તારમાં આવેલી ડિવા ટ્રેડિંગ નામની દુકાનમાં પ્રખ્યાત ઓઇલ કંપનીના ખાદ્ય તેલનું ડુપ્લિકેશન કરવામાં આવી રહ્યું હતું. જેની જાણકારી કંપનીના અધિકારીઓ સુધી પહોંચતા તેમણે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરને ફરિયાદ કરી હતી. કંપનીના અધિકારીઓએ પોલીસ સાથે રેડ કરતા જ તેમની આંખો પહોળી થઇ ગઇ હતી.માત્ર એક કંપની જ નહીં પરંતુ લગભગ તમામ કંપનીના તેલનું ડુપ્લિકેશન કરવાનું કૌભાંડ સામે આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ સુમુલ જેવી સહકારી અને વિશ્વસનીય બ્રાન્ડના ઘીનું પણ ડુપ્લિકેશન કરી વેચાણ કરવામાં આવી રહ્યું હતું. પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ અને ડુપ્લિકેશનમાં વપરાતા સાધનો સાથે ત્રણ લોકોની ધરપકડ કરી હતી.
