શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 6 મે 2022 (23:12 IST)

રિવરફ્રંટ પર આપઘાત કરવા આવેલી યુવતીને લોકોએ બચાવી લીધી

aisha photo
ગુજરાતમાં દિવસો દિવસ વધતા ક્રાઈમ વચ્ચે આત્મહત્યાના કેસ પણ વધતા જઈ રહ્યા છે. ગયા વર્ષે રિવરફ્રંટ પર આયેશાએ આત્મહત્યા કરતા પહેલા જે વીડિયો વાયરલ થયો હતો તે હજુ સુધી  કોઈ ભૂલી શક્યુ નથી. થોડા દિવસ પહેલા જ  આઈશા આત્મહત્યા કેસમાં ચુકાદો આવ્યો અને આરોપી પતિને સજા થઈ હતી. આવી જ એક આઈશા આજે શુક્રવારે બપોરે રિવરફ્રન્ટ પર આત્મહત્યા કરવા દોડી આવી હતી. સદનસીબે આ વખતે તે પરિણીતાને બચાવવા માટે સ્થાનિક લોકો દોડી ગયા હતા અને તેને બચાવી પોલીસને સોંપી છે. આ સમગ્ર બનાવ અંગે હાલ મહિલાને રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં લઈ જવાઈ છે, જેનું ત્યાં કાઉન્સેલિંગ કરી રહી છે.
 
એ આઈશાને કોઈ નથી ભૂલ્યું
અમદાવાદની એ બદનસીબ આઈશાના વીડિયોએ ભલભલાને હચમચાવી દીધા હતા. આઈશાએ પતિના ત્રાસના કારણે આત્મહત્યા કરવી પડી હતી. આઈશાના પતિને કોર્ટ સજા ફટકારી છે. આજે બપોરે સાબરમતી રિવરફ્રન્ટ પાસે એક મહિલા દોડતી-દોડતી નદીમાં કૂદવા ગઈ હતી.
 
અચાનક મહિલા દોડતા આસપાસના લોકો ત્યાં પહોંચી ગયા હતા. જેમને મહિલાને બચાવી લીધી હતી. આ મહિલા ખૂબ પરેશાન હતી, તેની આંખોમાંથી ચોધાર આંસુઓ વહી રહ્યાં હતાં. ત્યારે આ મહિલા કહી રહી હતી કે મારા લગ્ન નાની ઉંમરે થઈ ગયા છે. મારા પતિ સાથે મારો ઝઘડો છે, જેથી હું આત્મહત્યા કરવા આવી છું. આ સમગ્ર વાતની જાણ રિવરફ્રન્ટ પોલીસને થઈ હતી.