ઉમરગામમાં અસામાજિક તત્વો ગાયોને બનાવી રહ્યા છે એસિડ એટેકનો શિકાર, શાંતિ ડહોળવાનો પ્રયાસ
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની શાંતિ ડોળવાના પ્રયત્નો થઇ રહ્યા છે. અસામાજિક તત્વો દ્રારા અવનવા ગતકડાં કરવામાં આવી રહ્યા છે. ત્યારે ઉમરગામ નજી દરરોજ એસિડ એટેકનો ભોગ બનેલી ગાયોની ઘટના સામે આવી રહી છે. જેને લઇને ગૌરક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
છેલ્લા બે માસની અંદર 18 ગાયના શરીર, પેટના ભાગે એસિડથી હુમલો થયો હોય જેના કારણે ગાયની ચામડી બળી જતા આ ઘવાયેલી ગાયોને સ્થાનિક ગૌરક્ષકો તેમજ સ્થાનિક ગૌશાળાઓમાં લઈ જઈ સારવાર કરાવી રહ્યા છે. છેલ્લા 2 માસથી આ કૃત્ય કોઇ ચોક્કસ ટોળકી કરી રહી છે અને શાંત વાતાવરણ ડોહળાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
જીવદયા પ્રેમીઓ દ્વારા પોલીસને રજૂઆત કરી છે કે કહેવામાં આવ્યું છે કે આ અસામાજિક તત્વોને જલદી જ પકડવામાં આવે. ગાયો ઉપર એસિડ નાંખીને ઉમરગામ તાલુકામાં કોમવાદ ભડકો કરવાનું ષડયંત્ર હોવાનું કેટલાક લોકો અનુમાન લગાવી રહ્યા છે ત્યારે જિલ્લા પોલીસવડા આ બાબતને ગંભીરતાથી લઇ તાત્કાલિક આદેશ આપી કડક ભરવામાં તેવી માંગ કરવામાં આવી છે.