બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 8 ફેબ્રુઆરી 2022 (15:50 IST)

ગુજકેટ-૨૦૨૨ની પરીક્ષા માટેના આવેદનપત્રો આવતીકાલ સુધી ઓનલાઇન ભરી શકાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ડિગ્રી એન્જિનિયરીંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા A, B અને AB ગૃપના HSC વિજ્ઞાનપ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ)-૨૦૨૨ પરીક્ષા માટેની માહિતી પુસ્તિકા અને ONLINE આવેદનપત્ર ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મૂકવામાં આવેલ છે.
 
ગુજકેટ-૨૦૨૨ની પરીક્ષાનું આવેદનપત્ર બોર્ડની વેબસાઇટ www.gseb.org તથા gujcet.gseb.org પરથી ONLINE  ભરવાની અંતિમ તા.05/02/2022 નિયત કરવામાં આવી હતી જે લંબાવીને હવે તા. ૦૯/૦૨/૨૦૨૨ સુધી કરવામાં આવેલ છે જેની શાળાના આચાર્ય/વાલીઓ તથા વિદ્યાર્થીઓને નોંધ લેવા ગાંધીનગર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નાયબ નિયામક (પરીક્ષા) જે. જી. પંડયાએ એક યાદી દ્વારા જણાવ્યું છે.
 
ગુજકેટની પરીક્ષા ફી રૂા. ૩૦૦/- SBI Epay System મારફતે ONLINE (Credit Card, Debit Card, Net Banking) દ્વારા અથવા SBI Epay ના “SBI Branch Payment” ઓપ્શન દ્વારા દેશની કોઇપણ SBI Branch માં ભરી શકાશે તેમ તેમણે વધુમાં જણાવ્યું છે.