શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 16 નવેમ્બર 2019 (11:59 IST)

ડીપીએસના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી 31 કૃતિઓ આર્ટ ગેલેરીમાં પ્રદર્શનમાં મુકાઇ

દિલ્હી પબ્લિક સ્કૂલ, બોપલે (ડીપીએસ-બોપલ) આજે અમદાવાદની નમન આર્ટ ગેલેરી ખાતે સ્ટડીઝની ચોથી એડીશનના પ્રદર્શનનો પ્રારંભ કર્યો છે. ત્રણ દિવસની વર્કશોપ દરમ્યાન વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી 31 પ્રિન્ટસ  નમન આર્ટ ગેલેરીમાં પ્રદર્શિત કરવામાં આવી છે. આજે બાલ દિન પ્રસંગે આ પ્રદર્શનનુ ઉદઘાટન નરેન્દ્ર પટેલ અને ફ્રેનાલી પટેલે કર્યું હતું. આ પ્રદર્શન જનતા માટે ગુરૂવારથી શનિવાર સુધી ખુલ્લુ રહેશે.  
 
દર વર્ષની જેમ ડીપીએસ બોપલની ફાઇન આર્ટ ક્લબે આ વર્ષે પણ આર્ટને લગતુ પ્રદર્શન કર્યુ છે. સ્કૂલ દ્વારા 3 દિવસનો એક વર્કશૉપ કરવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા આર્ટવર્ક કરાય છે.
ડીપીએસ-બોપલની ફાઈન આર્ટ કલબનો આ પ્રયાસ છે.  સ્કૂલ દ્વારા  3 દિવસની એક  વર્કશોપમાં યોજવામાં આવે છે અને તેમાં તૈયાર કરવામાં આવેલાં આર્ટવર્ક દર વર્ષે પ્રદર્શિત કરવામાં આવે છે. 
આ વર્ષે  પ્રસિધ્ધ કલાકારો નરેન્દ્ર પટેલ અને ફ્રેનાલી પટેલના માર્ગદર્શન હેઠળ લીનોકટ પ્રિન્ટ મેકીંગ વર્કશોપનુ આયોજન કરવામાં આવ્યું હતું. લીનોકટ એ એક પ્રકારના લાકડાનો ઉપયોગ કરીને પ્રિન્ટ તૈયાર કરવાની ટેકનિક છે. 20મી સદીના પ્રારંભમાં  કલાકારોએ તેનો ઉપયોગ કર્યો હતો. ડીપીએસ- બોપલના સંકુલમાં ઓકટોબર માસમાં યોજાયેલ ત્રણ દિવસની એક વર્કશોપમાં ધોરણ 8 થી 12ના 20 વિદ્યાર્થીઓ અને 4 ફેકલ્ટી મેમ્બર્સે આ ભાગ લીધો હતો. 
વર્કશોપના પ્રથમ અને બીજા દિવસે પાર્ટીસિપન્ટે ચિત્રો તૈયાર કર્યાં હતાં અને પોઝિટીવ અને નેગેટીવ  સ્પેસ તૈયાર કરી હતી. એ પછી લીનો શીટમાં તેની કોતરણી કરવામાં આવી હતી. વર્કશોપના  ત્રીજા દિવસે તેમણે પાતાની કલાની પ્રિન્ટસ લીધી હતી. સામેલ થયેલા તમામને માટે આ એક  અત્યંત રોમાંચક પ્રક્રિયા હતી. વિવિધ મુશ્કેલીઓ છતાં વિઝીટીંગ ફેકલ્ટીના સતત માર્ગદર્શનને કારણે શિખવાની પ્રક્રિયા સુધરતી રહી હતી અને આ પ્રદર્શન સતત ચોથા વર્ષે સફળતાપૂર્વક રજૂ કરી શકાયુ હતું.