મંગળવાર, 8 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 31 જાન્યુઆરી 2023 (15:57 IST)

દુષ્કર્મ કેસમાં આસારામ દોષિત જાહેર, કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી, 10 હજારનો દંડ કર્યો

આસારામ સામે દુષ્કર્મ આજે ગાંધીનગર સેશન્સ કોર્ટ ચુકાદો આપવામાં આવ્યો છે. 2013ના દુષ્કર્મ કેસમાં આસારામ દોષિત જાહેર થયાં છે. તે સિવાયના અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં છે. આસારામ સહિત કુલ 7 આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં આસારામ સિવાયના તમામ આરોપીઓને જામીન મુક્ત કરી દેવાયા હતાં. આજે કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારી છે. તે ઉપરાંત 10 હજારનો દંડ કર્યો છે. જ્યારે ભોગ બનનારને 50 હજારનું વળતર આપવાનો આદેશ કર્યો છે.


ગઈ કાલે કોર્ટે આસારામને દોષિત જાહેર કર્યો હતો. ગાંધીનગર કોર્ટમાં દુષ્કર્મ કેસ મામલે ગત ઓગસ્ટ મહિનામાં આસારામ સહિતના આરોપીઓના નિવેદનો લેવાયા હતાં. જેમાં જોધપુર જેલમાં બંધ આસારામ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગર સેસન્સ કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટ કમિશન દ્વારા જોધપુર કોર્ટમાં જઈને આસારામની સહીઓ પણ લેવાઈ હતી. આસારામને દુષ્ક્રમના અન્ય એક કેસમાં સજા પડી હોવાથી હાલ તે જોધપુર જેલમાં બંધ છે. આસારામને વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી હાજર રાખવામાં આવે છે. આસારામ દુષ્કર્મ કેસમાં આઠ વર્ષથી જેલમાં બંધ છે. થોડા સમય પહેલા તેમના દ્વારા જામીન પણ માગવામાં આવ્યા હતા. પરંતુ, કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી.આસારમ પર એક છોકરી પર દુષ્કર્મ કર્યા હોવાના આરોપો લાગ્યા હતા. એક સગીરાના માતા પિતાના ફરિયાદ કર્યા બાદ આસારામને મધ્યપ્રદેશના ઇન્દોરમાંથી પકડવામાં આવ્યા હતા. આ પછી 2018માં દુષ્કર્મ અને અન્ય ગુનાઓ હેઠળ તેમણે આજીવન કેદની સજા આપવામાં આવી હતી.