મંગળવાર, 31 જાન્યુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated: શુક્રવાર, 29 મે 2020 (19:36 IST)

જાણીતા જ્યોતિષ બેજાન દારુવાલાનું નિધન, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ

શુક્રવારે જાણીતા જ્યોતિષવિદ્ય બેજન દરુવાલાનું કોરોના વાયરસથી નિધન થયું હતું. 89 વર્ષની ઉંમરે તેમણે ગુજરાતની અમદાવાદની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓ ગયા અઠવાડિયાથી એક ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. તે એક અઠવાડિયા સુધી  વેન્ટિલેટર પર હતા . 

 
ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના સમાચારો  મુજબ બેજાન દારુવાલાના પુત્ર નસ્તુરે તેમને કોરોના પોઝિટિવ હોવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે તેમને ન્યુમોનિયા હતો. તેમના ફેફસામાં ચેપ પણ હતો. 1931 માં જન્મેલા, દારુવાલા ભગવાન ગણેશના ભક્ત હતા. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ તેમના મોતની ચોખવટ કરી છે.