શનિવારે શનિ અને હનુમાનજીનુ પૂજન વિશેષ રૂપે કરવામાં આવે છે. જ્યોતિષ મુજબ શનિદેવની કૃપા મેળવવા માટે શનિવાર શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે કરવામાં આવેલ ઉપાયોથી શનિના દોષ શાંત થઈ શકે છે. માન્યતા છે કે હનુમાનજીના ભક્તોને શનિના અશુભ ફળોથી મુક્તિ મળે છે. આ જ કારણે અનેક લોકો શનિવારે હનુમાનજીની પૂજા કરે છે. અહી જાણો શનિવારે કરવામાં આવતા નાના નાના 6 ઉપાયો. 1. દીપક પ્રગટાવો - સૂર્યાસ્ત સમયે કોઈ એવા પીપળાના ઝાડ પાસે દીપક પ્રગટાવો જે સુમસામ સ્થળ પર હોય કે કોઈ મંદિરમાં આવેલ પીપળા પાસે પણ દીપક પ્રગટાવી શકો છો.