1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 30 એપ્રિલ 2022 (19:35 IST)

ઉમરગામ નજીક ફરી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, 3 મહિનામાં બીજીવાર સર્જાઇ ઘટના

railway track
વલસાડ જિલ્લાના ઉમરગામ નજીક ફરી એકવાર અતુલ જેવી ઘટનાનું પુનરાવર્તન સર્જાયું છે. ફરી એકવાર વલસાડ જિલ્લામાં રેલવે ટ્રેકના પાટા પર પથ્થર મુકીને ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડ જિલ્લાના ઉમરગામ નજીક ફરી એકવાર અસામાજિક તત્વો દ્રારા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાંદ્રા વાપી ટ્રેનને આ અકસ્માત નડ્યો હતો. બાંદ્રા વાપી ટ્રેનને અડફેટે પથ્થર આવ્યો હતો. જોકે સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઇ ન હતી. પરંતુ તેના લીધે ટ્રેનના એન્જીન કેટલ ગાર્ડને નુકસાન પહોંચ્યું હતું. 
 
ઘટનાની જાણ થતાં રેલવેના અધિકારી તેમજ વલસાડ જિલ્લા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને આગળ તપાસ હાથ ધરી હતી. હાલમાં જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ખાંગી રહી પોલીસ તપાસ ચાલી રહી છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે વસાડ જિલ્લામાં 3 મહિનામાં બીજો બનાવ છે. ફેબ્રુઆરી મહિનામાં વલસાડ નજીક અતુલ પણ આજ પ્રકારની ઘટના સામે આવી હતી. વલસાડના અતુલ રેલવે સ્ટેશન પાસે રેલવે એક ટિખળખોરે સિમેન્ટનો પોલ રેલવે-ટ્રેક પર મૂકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. સાંજે ટ્રેન 7.10 વાગ્યે પસાર થતાં સિમેન્ટના પોલને છૂંદી કાઢ્યો હતો.