ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 1 સપ્ટેમ્બર 2021 (09:40 IST)

છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, વલસાડના ઉમરગામમાં 12 ઇંચ ખાબક્યો

ગુજરાતમાં રવિવારથી સૌરષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદનો દૌર ચાલી રહ્યો છે. પરંતુ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા અને વાપી શહેરમાં વરસાદે લોકો માટે આફત ઉભી કરી દીધી છે. ઉમરગામમાં ૧૦ કલાકમાં ૧૧ ઇંચ અને વાપીમાં 8 કલાકમાં ૬ ઇંચ વરસાદના લીધે પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. રાહત અને બચાવ કાર્ય માટે ટીમો બંને શહેરમાં પહોંચી ગઇ છે. 
 
છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. રાજ્યના 228 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં 12 ઇંચ ખાબક્યો છે. વલસાડના વાપી માં આઠ ઇંચ , જૂનાગઢના માંગરોળમાં પાંચ ઇંચ કરતાં વધુ અને વિસાવદરમાં ૪ ઇંચ કરતાં વધુ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૪ તાલુકામાં ૩ ઇંચ કરતા વધારે વરસાદ સરકારે ચોપડે નોંધાયો છે. રાજ્યના 31 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો જ્યારે રાજ્યના ૭૬ તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. 
 
ઉમરગામમાં ૧૧ ઇંચ વરસાદ થતાં ઘણા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. તેનાથી લોકોને ખૂબ આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. નિચલા વિસ્તારોમાં મકાનો-દુકાનોમાં પાણી ભરાઇ ગયા છે. ઘણા વિસ્તારોમાં સ્થિતિ ખરાબ થઇ ગઇછે. બચાવ અને રાહત કાર્યોના નિર્દેશ આપવાની સાથે જ કલેક્ટર શ્રીપા આગરે પોતાની ટીમ સાથે ઉમરગામ પહોંચ્યા હતા. 
 
જોકે વરસાદના ત્રીજા રાઉન્ડથી લોકોમાં ખુશીનો માહોલ છે, કારણ કે આ વખતે રાજ્યમાં 35 વર્ષનો સૌથી વધુ વરસાદ થયો છે. હવામાન વિભાગે આગામી ચાર-પાંચ સુધી રાજ્યમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી. તેથી ખેડૂતોના ચહેરા પર ખુશી લહેર જોવા મળી રહી છે. 
 
રાજયમાં અત્યાર સુધી તા.૩૧/૦૮/૨૦૨૧ અંતિત ૩૬૨.૪૧ મી.મી. વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૪૦ મી.મી.ની સરખામણીએ ૪૩.૧૪ ટકા છે. IMDના અધિકારીએ જણાવ્યુ છે કે, પાંચ દિવસની હવામાનની આગાહી જોતાં સમગ્ર રાજયમાં સારા વરસાદની સંભાવના છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે. 
 
કૃષિ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, ચાલુ વર્ષે તા. તા.૩૧ ઓગસ્ટ ૨૦૨૧ સુધીમાં અંદાજીત ૮૦.૯૦ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. ગત વર્ષે આ સમયગાળા દરમ્યાન ૮૨.૯૮ લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૯૪.૫૭ ટકા વાવેતર થયુ છે. સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ના અધિકારી દ્વારા જણાવાયુ છે કે, સરદાર સરોવર જળાશયમાં હાલ ૧,૫૫,૪૧૯ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૪૬.૫૨ ટકા છે.
 
સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, રાજયના ૨૦૬ જળાશયોમાં ૨,૮૭,૫૩૧ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૫૧.૫૮ ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-૦૬ જળાશય, એલર્ટ ૫ર કુલ-૦૫ જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર-૧૨ જળાશય છે. એન.ડી.આર.એફ.ની કુલ ૧૫ ટીમમાંથી ૭ ટીમો ડીપ્લોય કરવામાં આવી છે. જે પૈકી વલસાડ, સુરત, નવસારી, રાજકોટ, ગીરસોમનાથ, જુનાગઢ અને કચ્છ ખાતે ૧-૧ ટીમ ડીપ્લોય કરવામાં આવી છે. અને ૭-ટીમ વડોદરા અને ૧-ટીમ ગાંધીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવી છે.