રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 1 સપ્ટેમ્બર 2021 (08:10 IST)

રિક્ષામાં બેઠેલી દેખાવડી યુવતી પરનો વિશ્વાસ તમને ભારે પડી શકે છે, મુસાફરના સ્વાંગમાં લોકોને લૂંટતી યુવતી સહિત ગેંગ ઝડપાઇ

અમદાવાદીઓ રિક્ષામા બેઠેલી દેખાવાડી યુવતીને જોઈ ને ભરમાઇ ન જતા, વિશ્વાસ તમને ભારે પડી શકે છે. કારણ કે, વાસણા પોલીસે એક એવી ગેંગ પકડી છે જે પોતાની ગેંગમાં સામેલ યુવતીઓને રિક્ષામાં બેસાડી મુસાફરો પાસેથી લૂંટ ચલાવતી હતી. વાસણા પોલીસે એક યુવતી, એક સગીરા સહિત પાંચ શખ્સની ધરપકડ કરી 33 ગુનાનો ભેદ ઉકેલ્યો છે. વાસણા પોલીસે પકડેલી આ ગેંગે અમદાવાદ અને ગાંધીનગરમાં હાહાકાર મચાવી દીધો હતો. મહિનાઓ સુધી આ ગેંગના સભ્યોમાંનો એક આરોપી રિક્ષા ચલાવતો હતો. સાથે ગેંગની એક યુવતી અને સગીરાને સારા કપડામાં તૈયાર કરી પેસેન્જરનાં સ્વાંગમાં બેસાડતા હતા. મુસાફરો આ યુવતીને જોઈને વિશ્વાસ કરી લેતા અને રિક્ષામાં બેસી જતા હતા. પણ બાદમાં આ ગેંગ વિશ્વાસઘાત કરી અંધારામાં કે અવાવરું જગ્યાએ લઈ જઈ રિક્ષામાં બેઠલા મુસાફરને લૂંટી લેતા હતા હોવાનું વાસણા પોલીસ પાસેથી જાણવા મળ્યું છે.આરોપી રિક્ષા ચાલક છે, તેની રિક્ષામા આ યુવતી અનેક સમયથી પેસેન્જર તરીકે જતી હતી. જેથી બંને વચ્ચે વધુ સબંધ કેળવાય ગયા હતા. યુવતીની સગીરા મિત્ર અને રિક્ષાચાલકનો મિત્ર એમ પાંચેય લોકોએ મળીને લૂંટ કરવાનું નક્કી કર્યું અને આ રીત લોકોને લૂંટવાનું કામ શરૂ કર્યું હતું. હાલ તો આરોપીઓને પોલીસે રિમાન્ડ ન મળતા જેલ ભેગા કર્યા છે. પણ સુત્રોનું માનીએ તો આવા અનેક ગુના છે. જે પોલીસ ચોપડે નોંધાયા નથી. જો વધુ ગુના આવા નોંધાયા હોત તો કદાચ આંકડો વધી શકે તેમ હતો. પણ હાલ તો 33 ગુનાનો ભેદ ઉકેલાય ગયો છે. ત્યારે લોકોએ રિક્ષામાં બેસતા પહેલા ખરેખર ચેતવાની જરૂર છે.