મંગળવાર, 25 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 23 ઑગસ્ટ 2019 (17:22 IST)

નોવોટેલે સેનાના ગોલ્ડન કટાર ડિવિઝનના AWWA સપ્તાહની કરી ઉજવણી

AWWA Week
અમદાવાદ: આર્મી વાઈવ્ઝ વેલફેર એસોસિએશન (AWWA) સપ્તાહ મનાવવાના  ભાગ તરીકે નોવોટેલ અમદાવાદે સેનાના ગોલ્ડન કટાર ડિવિઝનના જવાનોની પત્નીઓ માટે એક રસોઈ વર્કશોપનું આયોજન કર્યું હતું. નોવેટેલના શેફે આ વર્કશોપ માટે ખાસ શાકાહારી વાનગીઓ તૈયાર કરી હતી અને તેમને રસોઈ અંગેની કેટલીક ટીપ્સ પણ આપી હતી. આ ઈન્ટરએક્ટીવ વર્કશોપનો ઉદ્દેશ સેનાના જવાનોની પત્નીઓને રસોઈનુ કૌશલ્ય શિખવવાનો હતો, જેથી તે ઘરમાં જ ઉપલબ્ધ સાધનસામગ્રી વડે સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકે.
આ વર્કશોપને  જવાનોની પત્નીઓ તરફથી અભૂતપૂર્વ પ્રતિભાવ મળ્યો હતો. તેમાં તેમનો રસોઈ માટેનો  શોખ વર્તાતો હતો. નોવેટેલના શેફે તેમને વિવિધ પ્રકારની ટીપ્સ આપી હતી અને પોતાની સ્વાદ પસંદગી અનુસાર કઈ રીતે વાનગીઓ તૈયાર કરી શકાય તે જણાવ્યું હતું. આ વર્કશોપમાં સેનાના જવાનોની આશરે 30 પત્નીઓ સામેલ થઈ હતી.
આર્મી વાઈવ્ઝ વેલફેર એસોસિએશન (AWWA) એ ભારતનુ સૌથી મોટુ સ્વૈચ્છિક સંગઠન છે. તે સેનાના જવાનોના  જીવનસાથી અને આશ્રીતોના સામાજીક સશક્તિકરણ અને કૌશલ્ય વિકાસ મારફતે વિવિધ  સામાજીક જવાબદારીઓ અદા કરે છે. આ એસોસિએશનની નોંધણી તા. 23 ઓગસ્ટ 1966ના રોજ કરાઈ હતી .વર્ષના તે દિવસને આવા ડે તરીકે મનાવવામાં આવે છે.