શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 23 ઑગસ્ટ 2019 (13:32 IST)

રાજયની ગ્રાન્ટેડ-સરકારી 40 હજાર શાળાઓમાં 1 સપ્ટેમ્બરથી ઓનલાઇન હાજરી

રાજ્યની 40 હજાર જેટલી સરકારી શાળાઓ ને ઓનલાઈન કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. અને આગામી દિવસોમાં રાજ્યની તમામ શાળાઓની વહીવટી કામગીરી ઓનલાઇન કરવામાં આવશે.અત્રે નોંધનીય છે કે અત્યાર સુધી શાળાના એક આચાર્ય નો રોજ નો દોઢ કલાક કલેરીકલ વર્કમા જતો હતો પરંતુ ઓનલાઈન પ્રક્રિયા શરૂ થતાં રોજના 50 હજાર થી વધુ માનવ કલાકો બચશે તેવું શિક્ષણ વિભાગના તજજ્ઞોનું માનવું છે. તો બીજી તરફ શાળાઓ ઓનલાઈન થતાંજ આચાર્યોને પણ વધારાના કલેરીકલ કાર્યો માથી મુક્તિ મળશે. પરિણામે શૈક્ષણિક કાર્યોમા વધુ સમય આપી શકશે અને શિક્ષણનું સ્તર ઉંચુ આવશે તેમ મનાઈ રહ્યું છે.સૂત્રો દ્વારા મળતી માહિતીમુજબ કે રાજ્ય સરકાર દ્વારા સરકારી 40,હજાર શાળાઓ ઉપરાંત આશ્રમ શાળાઓ, ગ્રાન્ટેડ શાળાઓ, અને સરકારી તમામ શાળાઓનો પણ સમાવેશ કરવામાં આવશે જે ની વિધિવત જાહેરાત આગામી 5 સપ્ટેમ્બર અથવા તેની આસપાસ થવાની શક્યતાઓ સેવાઇ રહી છે. જો કે રાજ્ય સરકાર શિક્ષકોની ગેરહાજરીની ફરિયાદો નું નિવારણ કરવા ઓનલાઇન હાજરી નો સફળ પ્રોજેકટ અપનાવ્યા બાદ હવે રાજ્યનો શિક્ષણ વિભાગ સરકારી શાળાના તમામ કામકાજ ઓનલાઇન કરવાની દિશામાં આગળ વધશે. મનાઇ રહ્યું છે કેવર્તમાન સ્થિતિએ જોઈએ તો સરકારી શાળાના મુખ્ય શિક્ષકને વહીવટી ચોપડા ચિતરવાનુ કામ જ એટલુ રહેતુ હતું કે તેમની જેના માટે નિમણુંક થઇ છે તેવા શિક્ષણ પાછળ જ તે સમય નહોતા આપી શકતા. પરંતુ સરકાર દ્વારા સમગ્ર સિસ્ટમ ઓનલાઈન કરવાની નેમ થી હવે વેડફાતો સમય અને તેના કલાકોનો બચાવ થશે. અને આ કામગીરી માટે પ્રાથમિક શિક્ષણ વિભાગને સરકારી શાળાોને ડીજીટલ કરવાની જવાબદારી સોંપી છે. ત્યારે હવે સરકારી શાળાઓમાં ચાલતી લાલિયાવાડી દૂર થશે. એટલું જ નહીં નવા સોફ્ટવેર ડેવલોપ કરવા થી લઇને નાણાં વિભાગની મંજૂરી લેવા સુધીની તમામ વહીવટી પ્રક્રિયાઓ પણ શિક્ષણ વિભાગ દ્વારા પૂરી કરી દેવામા આવી છે.અને હવે તમામ સરકારી શાળાઓને આગામી સપ્ટેમ્બર મહિનામાં સંપૂર્ણ ઓનલાઇન કરવાની જાહેરાત કરવામાં આવશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે