શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 16 માર્ચ 2017 (12:31 IST)

બનાસકાંઠામાં 3નો ભોગ લેનાર માનવભક્ષી રિંછ આખરે ઠાર કરાયું,

3નો ભોગ લેનાર માનવભક્ષી રીંછ આખરે ઠાર મરાયુ છે. બનાસકાંઠાના જંગલમાં સવારથી વનવિભાગનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયુ હતું. જેમાં બપોર સુધી તો તેમને કોઈ સફળતા મળી ન હતી. પણ 9 કલાકના કડક પહેરા બાદ સાંજે આદમખોર રીંછ ઠાર મરાયું હતું. રીંછને ઠાર મારવામાં વન વિભાગને મોટી સફળતા હાથ લાગી હતી. સવારથી 100 જેટલા વનવિભાગો સતત ચોકીપહેરો કરીને રીંછને શોધી રહ્યા હતા.

ઠાર મરાયેલું રીંછ એ જ નરભક્ષી રીંછ છે કે નહિ તે વિશે ચર્ચા થઈ રહી છે. જોકે, વનવિભાગ એ જ રીંછ હોવાની પુષ્ટિ કરી રહ્યું છે. રીંછ ઠાર મરાયાના સમાચાર જાણીને આસપાસના ગામલોકો ખુશ થયા હતા. કારણ કે, રીંછના સમાચાર બાદ આસપાસના રહેવાસીઓ ઘર છોડીને સલામત સ્થળે રહેવા ગયા હતા. માનવભક્ષી રીંછને ઝડપી પાડવા વનવિભાગે પોતાનું રેસ્ક્યૂ અભિયાન ઝડપી બનાવી દીધું છે. રેસક્યુ દરમિયાન કાંસા પર્વત વિસ્તારમાં પ્રવેશબંધી કરાઈ છે. જેથી ત્યાં કોઈ માનવીઓ એન્ટ્રી નહિ કરી શકે. વનવિભાગના 100થી વધુ કર્મચારીઓ ઓપરેશનમાં સંકળાયેલા છે. ગાંધીનગરના વન સંરક્ષક ઉદય વોરાની આગેવાનીમાં અલગ અલગ ટીમો બનાવીને જંગલમાં મોકલવામાં આવી છે. સિંહના રેસ્ક્યૂ કરતી જુનાગઢની ટીમને પણ બોલાવી લેવાઈ છે. અભિયાનમાં ટ્રન્કલીવાઈજરગન અને રાયફલનો ઉપયોગ કરાશે. વનવિભાગના અધિકારી ડુંગરસિંહ સોલંકીએ જણાવ્યુ હતું કે, વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટની કલમ 11 મુજબ ચીફ વાઈલ્ડલાઈફ વોર્ડન પાસે એવી સત્તા છે, કે કોઈ પ્રાણી જો માનવજાત માટે ભયજનક થઈ જાય તો તેને મારી શકાય છે. તેથી આ રીંછ માટેની પરવાનગી અમે ગાંધીનગરથી મેળવી લીધી છે.