ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 17 ઑગસ્ટ 2023 (10:18 IST)

ભરૂચ: ઇમારત ધરાશાયી થતા પરિવાર દબાયો

ભરૂચ શહેરના નર્મદા એપાર્ટમેન્ટ વિસ્તારમાં વહેલી સવારે જર્જરિત ઇમારત ધરાશાયી થતા નિંદ્રાધીન પરિવાર કાટમાળમાં દબાયો હતો.સ્થાનિકોએ પાલિકા ફાયરબ્રિગેડની મદદથી પરિવારજનોને બહાર કાઢ્યા હતા. જે પૈકી એકનું મોત નીપજ્યું હતું.
 
ભરૂચ શહેરના નર્મદા એપાર્ટમેન્ટ વિસ્તારમાં વહેલી સવારે જર્જરિત ઇમારત ધરાશાયી થતા નિંદ્રાધીન પરિવાર કાટમાળમાં દબાયો હતો
 
 પાલિકાની ફાયર બ્રિગેડની ટીમને પાલિકાના પક્ષના નેતા રાજશેખરભાઈએ તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવી વીજળી ના લટકતા તાર દૂર કરી સવાર સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રખાયું હતું. કમનશીબે 38 વર્ષીય પંકજ જશવંતભાઈ ચૌહાણનું મોત નીપજ્યું હતું. અન્ય પરિવારજનોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.