ગુરુવાર, 2 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 29 ઑગસ્ટ 2021 (22:12 IST)

ભાવિના પટેલ માટે સરકારે કરી જાહેરાત

bhavina patel
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ પેરા ઓલિમ્પિક્સ રમતોમાં ટેબલ ટેનિસ રમતમાં આગવી સિધ્ધિ મેળવી દેશને ગૌરવ અપવાનારી ગુજરાતના મહેસાણા જિલ્લા ની દીકરી ભાવિના પટેલ ને અભિનંદન પાઠવ્યા છે
મુખ્યમંત્રીએ  ગુજરાત  અને ભારત ને વિશ્વ સ્તરે પોતાના ખેલ કૌશલ્ય થી ગૌરવ અપાવનારી આ દીકરી ભાવિના પટેલ ને રાજ્ય સરકારની દિવ્યાંગ ખેલ પ્રતિભા  પ્રોત્સાહન પુરસ્કાર યોજના અંતર્ગત  પ્રોત્સાહન રૂપે 3 કરોડ  રૂપિયાનો પુરસ્કાર આપવાની પણ જાહેરાત કરી છે