શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 15 જૂન 2021 (20:38 IST)

ભાવનગર: તળાવમાં ડૂબી જતાં 2 ભાઇઓ સહિત ચાર બાળકોના મોત

ભાવનગર જિલ્લાના મોતીવાવડી ગામમાં એક તળાવમાં ડૂબતાં બે ભાઇઓ સહિત ચાર છોકરાના મોત થયા છે. ગારિયાધર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે 10 થી13 વર્ષની ઉંમરના ચાર બાળકોની લાશ બચાવકર્મીઓએ સોમવારે મોડી રાત્રે બહાર કાઢી હતી. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારના પ્રોજેક્ટ હેઠળ તાજેતરમાં જ તળાવમાં પાણી ભરવામાં આવ્યું હતું. 
 
અધિકારીના જણાવ્યા અનુસાર ચાર બાળકો સોમવારે તળાવ પર ગયા હતા. મોડું થયુ હોવાછતાળં બાળકો ઘરે પરત ફર્યા ન હતા. ઘરવાળાઓએ તેમની શોધખોળ શરૂ કરી હતી. બાળકોની સાઇકલ અને ચંપલ તળાવની પાસેથી મળી આવતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ફાયર વિભાગની ટુકડી અને પોલીસકર્મીઓએ મોડી રાત્રે સાડા બાર વાગે તળાવમાંથી બાળકોની લાશ બહાર કાઢી હતી. 
 
પોલીસે મૃતકોની ઓળખ તરૂણ ખોખાણી 10 વર્ષ, તેના ભાઇ મીત ખોખાણી 12 વર્ષ, મોંટૂ ભેદા 13 વર્ષ અને જયેશ કાકડિયા 12 વર્ષ તરીકે કરવામાં આવી છે.