રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By હેતલ કર્નલ|
Last Updated : સોમવાર, 12 ડિસેમ્બર 2022 (09:25 IST)

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ 2.0 ની આજે બનશે સરકાર, શપથગ્રહણ પહેલાં ભાજપની યોજાશે બેઠક

ગુજરાતમાં નવી સરકારની આજે શપથવિધિ યોજાવવા જઈ રહી છે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે બપોરે 2 વાગ્યે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને અમિત શાહ સુધી રાજનાથ સિંહ ભાગ લઈ શકે છે.
 
આજે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સાથે 15 થી 18 મંત્રીઓ શપથ લઈ શકે છે. તેમાં ઘણા એવા નામ છે જેઓ પ્રથમ વખત મંત્રી બનશે. આ સાથે જ ભૂપેન્દ્ર પટેલના શપથ ગ્રહણ પહેલા ભાજપની મોટી બેઠક યોજાવાની છે. ગાંધીનગરની લીલા હોટલમાં ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાશે. ગુજરાતમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યા છે. 
 
અમદાવાદ પહોંચ્યા બાદ તેમણે રવિવારે રોડ શો કર્યો હતો. આ દરમિયાન પીએમ જીત માટે જનતાનો આભાર માનતા જોવા મળ્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 182માંથી 156 બેઠકો પર રેકોર્ડ જીત મેળવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાતમી વખત સરકાર બનાવવા જઈ રહી છે. કોંગ્રેસે 17 અને આમ આદમી પાર્ટીએ પાંચ બેઠકો જીતી છે.
 
આ 17 ધારાસભ્યોનો મંત્રીમંડળમાં સમાવેશ
નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહની આગલી રાત્રે પાર્ટી દ્વારા નક્કી કરાયેલા નામોની માહિતી ધારાસભ્યોને આપવામાં આવી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ફોન પર આ માહિતી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કેબિનેટમાં આ 17 ધારાસભ્યોનો સમાવેશ નિશ્ચિત છે. જેમાં ભુપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ, કુંવરજીભાઈ બાવળિયા, મૂળુભાઈ બેરા, રાઘવજી પટેલ, પુરુષોત્તમભાઈ સોલંકી, બળવંતસિંહ રાજપૂત, ભાનુબેન બાબરીયા, કુબેરભાઈ ડીંડોર, બચ્ચુ ખબર, જગદીશ પંચાલ, મુકેશભાઈ પટેલ, બી. પરમાર, પ્રફુલ પાનસેરીયા, કુંવરજી હળપતિ છે. 
 
શપથ ગ્રહણ પહેલા ભાજપની બેઠક યોજાશે
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલના શપથ ગ્રહણ પહેલા ભાજપની મોટી બેઠક યોજાવાની છે. ભાજપના ધારાસભ્યોની આ બેઠક ગાંધીનગરની લીલા હોટલમાં યોજાશે.
 
15 થી 18 મંત્રીઓ પણ શપથ લઈ શકે છે
આજે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સાથે 15 થી 18 મંત્રીઓ શપથ લઈ શકે છે. તેમની વચ્ચે ઘણા એવા નામ છે જેઓ પ્રથમ વખત મંત્રી બનશે.
 
પીએમ મોદી શપથ ગ્રહણમાં હાજરી આપશે
ગુજરાતમાં નવી સરકારનો શપથગ્રહણ આજે બપોરે 2 કલાકે ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આ શપથ ગ્રહણ કાર્યક્રમમાં પીએમ મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ પણ ભાગ લેશે.
 
ભૂપેન્દ્ર પટેલ આજે મુખ્યમંત્રી પદના શપથ લેશે
ભૂપેન્દ્ર પટેલ આજે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શપથ ગ્રહણમાં હાજરી આપવા પહોંચશે.