સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રૂડકી. , મંગળવાર, 26 ડિસેમ્બર 2023 (11:50 IST)

રૂડકીમાં ઈંટની ભટ્ટી પર મોટી દુર્ધટના, દિવાલ પડવાથી અનેક મજુરો દબાયા, પાંચના મોત

big accident at brick kiln in roorkee
big accident at brick kiln in roorkee
ઉત્તરાખંડના રૂડકીમાં આજે સવાર સવારે એક મોટી દુર્ઘટના થઈ ગઈ. રૂડકીના મેંગલોરના લહબોલી ગામમાં ઈંટની ભઠ્ઠીની દિવાલ પડવાથી અનેક મજુરો કાટમાળમાં દબાય ગયા. દુર્ઘટનામાં પાચના મોત થયા.  મળતી માહિતી મુજબ લહબોલી ગામમાં ઈંટના ભટ્ટીમાં કામ કરી રહેલ મજુરો દિવાલ પડવાથી દબાય ગયા. કાટમાળમાંથી મજુરોને કાઢવાનુ કામ ચાલુ છે. 
 
મળતી માહિતી મુજબ જે સમયે આ દુર્ઘટના થઈ એ સમયે હાજર મજુર ઈંટ પકવવા માટે ભટ્ટીમાં ઈંટ ભરવાનુ કામ કરી રહ્યા હતા. એ સમયે ભટ્ટીની દિવાલ કકડભૂસ કરીને પડી ગઈ અને ત્યા કામ કરી રહેલા મજુર દબાય ગયા. હાલ જેસીબીથી કાળમાળ હટાવવામા આવી રહ્યો છે અને દબાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. દુર્ઘટનાની સૂચના મળતા જ ઘટના સ્થળ પર સ્થાનીક સરકાર અને પોલીસ દળ પહોચી ગયુ. ચિકિત્સા વિભાગની ટીમ પણ મોકા પર હાજર છે.