બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 27 જુલાઈ 2021 (13:05 IST)

સ્વીટી પટેલ હત્યા કેસમાં મોટો ખુલાસો: કાયદો રક્ષક બન્યો ભક્ષક, ઠંડા કલેજે કરી હત્યા

ગુજરાતના ચર્ચિત સ્વીટી પટેલ ગુમ થયાના કેસમાં અમદાવાદની ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાંચે આ કેસનું કોકડું ઉકેલી દીધું છે. સ્વીટી પટેલની હત્યા થઇ હતી. ઇન્સપેક્ટર પતિ અજય દેસાઇ જ સ્વીટીનો હત્યારો નિકળ્યો છે. અજય દેસાઇએ ચાર-પાંચ જૂનના રોજ રાત્રે પત્નીની હત્યા કર્યા બાદ કિરીટ સિંહ જાડેજાની મદદથી લાશને ઠેકાણે લગાવી દીધી હતી. અજયે પોતાની પત્નીને મારવાનો પ્લાન એક મહિના પહેલા જ અગાઉ ઘડ્યો હતો.
 
અત્યારસુધી પોલીસને આ કેસની તપાસમાં દહેજ નજીકના અટાલી ગામમાં આવેલી એક અવાવરું બિલ્ડિંગમાંથી ૩૫-૪૦ વર્ષની વય ધરાવતી કોઈ વ્યક્તિના હાડકાં મળ્યા હતા. ત્યારબાદ હવે સ્વીટી પટેલ જે ઘરમાં પોતાના પતિ પોલીસ ઈન્સ્પેક્ટર અજય દેસાઈ સાથે રહેતાં હતાં ત્યાંના બાથરુમમાં કથિત લોહીના ડાઘ મળી આવ્યા હતા. જેના આધારે તપાસ શરુ કરવામાં આવી હતી.
 
આ તપાસમાં PI અજય દેસાઈ પહેલે થી જ શંકાના ઘેરામાં હતા. અજય દેસાઈએ પોતે શારીરિક અને માનસિક રીતે નાર્કો ટેસ્ટ કરાવવા માટે તૈયાર નથી તેવું કારણ આપી ટેસ્ટ કરાવવાનો ઈનકાર કરી દીધો હતો. 
 
અજય દેસાઇએ અમદાવાદ પોલીસ સમક્ષ ગુનો કબૂલ કરી લીધો. સ્વીટી ચાર પાંચ જૂનની રાતથી જ કરજણ સ્થિત ઘરથી ગુમ હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. હકિકત એ હતી આ રાત્રે દંપતિ વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન અજય દેસાઇએ ગળુ દબાવીને મારી નાખી હતી. ગતરોજ આરોપી અજયદેસાઈ અને હત્યામાં મદદ કરનાર કિરીટસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે બંને આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
 
આજે પોલીસ દ્વારા આરોપીઓને ગુનાના રિકન્ટ્રક્શન અર્થે કરજણ લાવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પ્રયોસા રેસિડેન્સી ખાતે આવેલા મકાન નંબર 5 માં આરોપીને લઇ જઇ હત્યાનું રીકન્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે.