શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 13 ઑગસ્ટ 2021 (15:10 IST)

ગુજરાતમાં બાઈક ચોરીના 15 ગુના આચરી તરખાટ મચાવતાં ત્રણ ચોર ઝડપાયા, ચોરીના 26 બાઈક રિકવર કરવામાં આવ્યા

ગુજરાતના વિવિધ શહેરોમાં બાઈક ચોરીના 15 ગુના આચરીને તરખાટ મચાવનાર રાજસ્થાનના ત્રણ રીઢા ચોરને કલોલ ખાતેથી પૂર્વ બાતમીના આધારે ઝડપી લઈ કુલ રૂ. 5.20 લાખની કિંમતના 26બાઈક રિકવર કરી ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા 15 ગુનાનો ભેદ ઉકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.વાહન ચોરીના ગુન્હાઓ બનતા અટકાવવા તથા શોધી કાઢવા સારૂ ગાંધીનગર રેન્જ આઇજીપી અભય ચુડાસમા તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સુચનાનાં પગલે એલસીબી પીઆઈ જે.જી વાઘેલાએ તાબાના અધિકારી તથા માણસોને જીલ્લા વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ તથા વાહન ચેકીંગ હાથ ઘરી ગુન્હાહિત પ્રવૃતિઓ પર અંકુશ મેળવવાં આદેશો આપવામાં આવ્યા હતા. જે અન્વયે એલસીબીના સબ ઈન્સ્પેક્ટર વાય.વાય.ચૌહાણ, ડી.એસ રાઓલ સહિતના સ્ટાફના માણસો કલોલ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી સઘન વાહન ચેકીંગ કરી રહ્યા હતા. તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ લતીફખાન મહેમુદખાન તથા જમાદાર રાજવીરસિંહ અત્તરસિંહને સયુકત ચોક્કસ બાતમી રાહે હકિકત મળેલ કે, રાજસ્થાન ઝાલોર જીલ્લાના બડગાવ ગામના હરેશ સતરારામભીલ તથા અમરતા જવાનજી ભીલ અને પ્રવિણ શતનાજી ભીલ ગુજરાતમા જુદી-જુદી જગ્યાએથી મોટર સાયકલોની ચોરીઓ કરી રાજસ્થાનમા લઇ જઇ વેચી દે છે. અને આજરોજ હરેશ સતરારામ ભીલ તથા અમરત જવાનજી ભીલ અમદાવાદથી બે ચોરીના મોટર સાયકલો લઇ નિકળે છે જે કલોલ હાઇવે થઇ રાજસ્થાન તરફ જનાર છે. જેનાં પગલે એલસીબી ટીમ દવારા કલોલ સિંદબાદ હોટલ સામે આવેલ રોડ પર વાહનોની વોચ રાખી હરેશ સતરારામ ભીલ (રહે.ગારવાયા, બડગાવ જી.ઝાલોર રાજસ્થાન) તેમજ અમરત જવાનજી ભીલ (રહે.ગારવાયા, બડગાવ જી.ઝાલોર રાજસ્થાન) ને ચોરીના બાઈક સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.