શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 13 ઑગસ્ટ 2021 (14:34 IST)

આ વખતે નવરાત્રી યોજાશે?-લાખો ખેલૈયાઓ માટે નિરાશાજનક સમાચાર, સતત બીજા વર્ષે પણ અહીં નહિ યોજાય ગરબા

આ વર્ષે પણ નવરાત્રિના આયોજન પર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. આગામી મહિના અંત સુધી ત્રીજી લહેર આવવાના અણસાર હોવાથી ગુજરાતનો સૌથી મોટો તહેવાર નવરાત્રિ ઉજવાશે કે નહી તે મોટો પ્રશ્ન હતો ત્યારે ગરબા આયોજકોએ ગરબાના આયોજનને ના પાડી દીધી છે. વડોદરાના મોટા ગરબા આયોજકો યુનાઈટેડ વે અને મા શક્તિના ગરબાનું આયોજન નહિ થાય. 
 
તો બીજી તરફ રાજકોટમાં પણ આ વર્ષે નવરાત્રિમાં ગરબા નહિ યોજાય. રાજકોટનાં સૌથી મોટા ગરબા આયોજકોએ ગરબા ન યોજવાનો નિર્ણય લીધો છે. કોરોનાના લીધે ગરબા ના યોજવા સહિયર ગ્રુપનો નિર્ણય કર્યો છે. ત્યારે આયોજકોના આ નિર્ણયથી ગરબા ખેલૈયાઓને નિરાશા મળી છે.
 
ગરબા આયોજકોએ જણાવ્યું હતું ગરબામાં કોઈ પણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ રાખવું અશક્ય છે. તો બીજી તરફ, ઓછા ખેલૈયાઓ સાથેનું આયોજન પોસાય તેમ નથી. તેમજ ટૂંક સમયમાં મોટા આયોજનનો સમય પણ હવે રહ્યો નથી. તેથી અમે આ વર્ષે ગરબા નહિ યોજીએ. સરકાર પરવાનગી આપે તો આયોજન કરવાનો પ્રયત્ન કરીશું પરંતુ તે પણ હિતાવહ તો નથી જ. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી ગરબા આયોજકોએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 
 
અત્રે નોંધનીય છે કે ગત વર્ષે પણ કોરોનાની મહામારી લીધે ગરબાનું આયોજન થઇ શક્યું ન હતું. છેલ્લા બે વર્ષથી ગરબાનું આયોજન ન થતાં હજારો લોકોએ પોતાની રોજગારીમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.