રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ચૈત્ર નવરાત્રિ
Written By
Last Modified: બુધવાર, 21 એપ્રિલ 2021 (09:45 IST)

chaitra Navratri 2021- કોરોના સમયેમાં કેવી રીતે કરવી કન્યા પૂજન, જાણો વિધિ અને ઉપાય

નવરાત્રોના નવ દિવસ ભક્તિ, આરાધના અને સંયમના હોય છે. સાધક, ભક્ત ગણ આ દિવસો માતાની ઉપાસના પૂર્ણ સંયમથી કરે છે. ભક્તો માતાની આરાધના, સાધના કરે છે અને તે પછી હવન અને કન્યા પૂજનનો અનુષ્ઠાન કરે છે. હિંદુ ધર્મ ગ્રંથો મુજબ નવરાત્રિમાં કન્યા પૂજનનો ખાસ મહત્વ છે. સનાતન ધર્મ આમ તો બધા બાળકોને ઈશ્વરનો રૂપન જણાવે છે પણ નવરાત્રિમાં નાની કન્યાઓને માતાનો રૂપ જણાવ્યુ છે. 
 
અષ્ટમી અને નવમી કન્યા પૂજનનો વિધાન 
અષ્ટમી અને નવમી તિથિના દિવસે ત્રણથી નવ વર્ષની કન્યાઓનો પૂજન કરવાની પરંપરા છે. ધર્મ ગ્રંથોના મુજબ ત્રણ વર્ષથી લઈને નવ વર્ષની કન્યા સાક્ષાત માતાના સ્વરૂપ ગનાય છે. મનથી પવુત્ર આ કન્યાઓ પવિત્ર કહેવાય છે અને કહેવાય છે કે જ્યારે નવરાત્રિમાં માતા પૃથ્વી લોક પર આવે છે તો સસૌથી પહેલા કન્યામાં જ વિરાજિત હોય છે. તેમનો સન્માન કરવું તેને આદર આપવું જ નવરાત્રિમાં માતાની સાચી ઉપાસના થશે. 
 
વર્તમાન સમયમાં કેવી રીતે કરવી પૂજન 
શાસ્ત્ર મુજબ નવરાત્રિમાં એક, ત્રણ, પાંચ એટલે કે વિષમ સંખ્યામાં તમારી ક્ષમતા મુજબ કન્યાને ઘર પર આમંત્રિત કરવું જોઈએ. આમંત્રણ પછી તેને ભોજન કરાવવો જોઈએ. વર્તમાન સમયમાં કોરોનાના કારણે લોકો એક બીજાના ઘરે નહી જઈ શકી રહ્યા છે. તેથી કન્યાને ભોજન માટે આમંત્રણ કરવું મુશ્કેલ છે. ત્યારે કેટલાક એવા ઉપાય છે જેને અજમાવીને કન્યા પૂજન પણ કરી શકો છો અને માતા રાણીને પ્રસન્ન કરી અનુષ્ઠાનને સફળ કરી શકો છો. આવો જાણીએ વગર કન્યાની સાથે કેવી રીતે કરાવી શકાય છે કન્યા પૂજન 
 
દીકરી-ભત્રીજીની સાથે કરવું પૂજન 
ઘરની બહાર કન્યાઓ આ સમયે નવરાત્રિમાં આમંત્રિત કરવું શકય નથી. તેથી તમે ઘરમાં જ દીકરી ભત્રીજીની સાથે કન્યા પૂજન કરી શકો છો. ઘરની દીકરીઓની સાથે કન્યા પૂજન કરવાથી પહેલા મંદિરની સામે દીવો પ્રગટાવો અને હાથમાં થોડું જળ લઈને માતા દુર્ગાની સામે સંક્લ્પ લેવું કે આ નવરાત્રિમાં તમે તમારી દીકરીને માતાનો અંશ માનીને કન્યા પૂજન કરી રહ્યા છો. સંક્લ્પ પછી પાણીને પૂરા ઘરમાં છાંટી દો. ત્યારબાદ વિધિ-મુજબ, કન્યાને આસન પર બેસાડી, તેના માથા પર ચાંદલો કરો અને પછી મીઠા ભોજન કરાવીને તેને દાન આપો. 
 
ઘરમાં ન હોય કન્યા ત્યારે શું કરવું 
જે લોકોના ઘરોમાં દીકરી ન હોય તો નવરાત્રિમાં કન્યા પૂજન માટે મીઠા પ્રસાદ બનાવો. ત્યારબાદ પૂજા સ્થાન પર માતાને ભોગ લગાવીને, દાન અર્પિત કરવું. ધ્યાન રાખો કે માતાને તે જ પ્રસાદ અર્પિત કરવું કે જે લાંબા સમય સુધી ખરાબ ના હોય. તેથી તમે પ્રસાદમાં સૂકા મેવા, મખાણા, શાકરને અર્પિત કરી શકો છો. માતાને પ્રસાદ અર્પિત કરીને તેને રાખી લો. પછી તમને જ્યારે પણ અવસર મળે તે પ્રસાદને કન્યામાં વહેચી નાખો.