સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 13 ઑગસ્ટ 2021 (14:23 IST)

નિર્દોષ સાબિત કરવા માટે પરિવારના છ સભ્યોને ઉકળતા તેલમાં હાથ નંખાવ્યા

ગુજરાતના કચ્છ જિલ્લાના રાપરમાંથી એક અંધવિશ્વાસનો મામલો સામે આવ્યો છે. પરણિતાને ભગાવવામાં તેના પરિવારના સભ્યોનો હાથ હોવાની આશંકામાં સાસરીવાળાઓએ બળજબરી પરણિતાના પિયરપક્ષવાળાઓને ઉકળતા તેલમાં હાથ નખાવ્યા હતા. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર છોકરીવાળાના પરિવારજનોને ગરમ ઉકળતા તેલમાં હાથ નાખીને સચ્ચાઇ સાબિત કરવા માટે દબાણ કર્યું હતું. તેમણે કહ્યું કે જો છોકરીને ભગાવવા પાછળ તે છે કે નહી, જો પીયરીયાઓ સાચા હોય તો માતાજીના મંદિરે ઉકળતા તેલમાં હાથ નાંખીને પોતાના સચ્ચાઈ સાબિત કરે તેવી બળજબરી કરી છ લોકોના હાથ ઉકળતા તેલમાં ડુબાડયા હતા.
  
આ છ લોકો દાઝી જતા સારવાર માટે રાપર હોસ્પિટલમાં લાવવામાં આવતા આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. આ બાબતે રાપર પોલીસ મથકે ભોગ બનનાર હીરાભાઈ ધરમસીભાઈ કોલીએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા રાપર તાલુકાના ગેડી ગામે રહેતા છ સખ્સો વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
 
આ અંગે ઈન્ચાર્જ ડીવાયએસપી જી એલ ચૌધરીએ જણાવ્યું હતું કે ગેડી ગામે બનેલા બનાવ અંગે રાપર પોલિસ મથકે છ આરોપીઓ વિરુધ્ધ ગુનો નોંધ્યો છે અને આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.