1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 30 ડિસેમ્બર 2021 (14:06 IST)

કોઈપણની મદદ લીધા વગર 2500 માટલાથી બનાવ્યો પક્ષીઓનો આશરો

2500 માટલાથી બનાવ્યો પક્ષીઓનો આશરોૢૢBird shelter built from 2500 pots without any help
ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા યથાવત છે. જો માણસોને સમસ્યા હોય તો તેવામા પશુ પક્ષીઓનો કોણ આશરો બને.. જેને લઈને એક ખૂબ જ પ્રેરણાદાયક સમાચાર આવ્યા છે.  નવી સાંકળી ગામના ખેડૂત ભગવાનજી ભાઈએ પંખીઓ માટે રૂપિયા 20 લાખના ખર્ચે 2500 માટલાનું અદ્દભૂત પંખીધર બનાવ્યું છે. ભગવાનજી ભાઈ પોતાની વાડીએ બેઠા હતાં. ત્યારે વિચાર આવ્યો કે, શિયાળો, ઉનાળો, કે પછી ચોમાસામાં માણસ તો પોતાની રહેવાની વ્યવસ્થા કરી લેશે. પરંતુ અબોલ મુંગા પંખી નુ શુ થતું હશે તેવો વિચારો કરતા તેમને થયું કે મારે આ મુંગા અબોલ પંખીઓ માટે કંઈક કરવું જોઈએ જેથી તેમણે પંખી નાં ઘર માટે વાડીએ બેઠા બેઠા પોતાની કોઠાસુજ મુજબ આકર્ષક ડિજાઇન બનાવીને પંખીઓ માટે માટલા ઘર બનાવ્યું છે. 
 
 
ભગવાનજી ભાઈએ કોઈ પણ પાસે એક પણ ‚પિયો લીધા વગર પંખી નાં રહેવા માટે પંખી ઘર બનાવવા નું શ‚ કર્યું જેમાં તેમણે ૨૫૦૦ પાકા માટલા બનાવડાવ્યા માટલા પણ પાકા જે ક્યારેય તૂટે નહીં તેવા માટલા બનાવી તને ગ્રામ પંચાયતે આપેલા પ્લોટ મા પોતાની કોઠા સુજ મુજબ કામ શરૂ કર્યું હતું. જેમાં અસલ ગેલવેનાઈઝ નાં બોરનાં પાઇપ થી ગોળ આકારની માટલા રાખવા માટે બાઉનડરી બનાવી જેમાં માટલા બાંધવા માટે સ્ટીલનો વાળાનો ઉપયોગ કર્યો હતો. ભગવાનજીભાઈ એ પોતે અને તેમના પુત્રો તેમજ ગ્રામજનો અને મિત્રો દ્વારા માટલા ડિઝાઇન મુજબ માટલા રાખવા નું શરૂ કર્યું અને 1 વર્ષ ની અથાગ મહેનત બાદ જાણે કે મહેનત સફળ થઈ હોઈ તેમ અદભુત ૨૫૦૦ માટલાનું અદભુત પંખી ઘર ત્યાર થયું ત્યારે ગુજરાત મા ક્યાય નો હોઈં તેવું પ્રથમ પંખી માટે માટલા નું પંખી ઘર ત્યાર થયું છે. 
 
 
ભગવાનજી ભાઈએ માટલા ઘરની અંદર પંખી માટે મા અમરનાથ ગુફા પણ બનાવી છે. જ્યાં ભગવાન શિવની સ્થાપના કરવામાં આવશે આ મંદિર ફક્ત પંખી માટે જ બનાવવા મા આવેલ છે ભગવાન ભાઈ એ પંખી ને ચણ અને પાણી માટે કુંડા પણ બનાવીયા છે આ બધું બનાવવા મા તેમણે 20 લાખ રૂ‚પિયાનો ખર્ચ કર્યો છે. ભગવનભાઈ ના જણાવ્યા મુજબ માણસ તો પોતાનું બધું કરી લેશે પણ આ અબોલ પંખી માટે લોકો ગામે ગામ આ રીતના પંખી ઘર બનાવે તો ઘણું આ માટલા નાં પંખી ઘરમાં 10 દસ હજાર થી વધુ પંખી પરિવાર આરામ થી રહી શકશે