ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 30 ડિસેમ્બર 2021 (11:28 IST)

રાજકોટમાં સગીર ભત્રીજીને બીભત્સ વીડિયો બતાવી અડપલાં કર્યાં, પ્રતિકાર કર્યો તો વીજકરંટ આપ્યો

ટંકારાની વતની અને 4 મહિનાથી મોરબીના શકત સનાળામાં કાકાના ઘરે રહેતી તરુણીને બીભત્સ વીડિયો બતાવી કાકાએ અડપલાં કર્યાં હતા, ટંકારા પંથકની વતની 14 વર્ષની તરુણીને મંગળવારે રાજકોટ સિવિલમાં દાખલ કરી હતી. સગીરાના કાન પર ઇજાના નિશાન હોઈ, તબીબે પૃચ્છા કરતાં હૈયું હચમચાવી દે એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, સગીરાની પરિણીત બહેને પોલીસ સમક્ષ કહ્યું હતું કે, તેના પિતા હયાત નથી,

સગીરા પાંચ બહેન અને એક ભાઇમાં ત્રીજા નંબરની છે, ચાર મહિનાથી સગીરા તેના કાકાના ઘરે શકત સનાળા ગામે રહેતી હતી. સગીરાની બહેન અને બનેવી ત્રણ દિવસ પૂર્વે કાકાના ઘરે આંટો ગયા ત્યારે સગીરા અંગે પૂછતાં તે પાણી ભરવા બહાર ગયાનું કાકાએ રટણ રટ્યું હતું, પરંતુ શંકા જતાં મકાનના રૂમમાં તપાસ કરતાં સગીરા મળી આવી હતી. સગીરાને રૂમમાંથી બહાર કાઢી બહેન-બનેવીએ પૂછતાં તેણે કહ્યું હતું કે શકત સનાળા આવ્યા બાદ કાકાએ તેના પર નજર બગાડી હતી. એક દિવસ બીભત્સ વીડિયો બતાવી કાકાએ શારીરિક અડપલાં કર્યાં હતાં અને બળજબરી કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. સગીરાએ આ અંગે તેની કાકીને કહ્યું હતું, જેથી કાકા ઉશ્કેરાયો હતો અને તે વારંવાર સગીરાને લાકડીથી ફટકારતો હતો અને રૂમમાં પૂરી વીજકરંટ પણ આપ્યો હતો.

મોરબી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.બે મહિના પહેલા રાજકોટના પરસાણાનગરમાં રહેતા અને મોચી બજારમાં દુકાન ધરાવતા પરિણીત વેપારીએ 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી. વેપારીએ દુકાને વસ્તુ લેવા આવતી 16 વર્ષની સગીરાને મફતમાં ડેરી મિલ્ક આપી તેની સાથે મિત્રતા કેળવી હતી. બાદમાં વેપારીના મકાનમાં ભાડે રહેતા સગીરાના મામીના ઘરે બોલાવી તેની સાથે દુષ્કર્મ ગુજારતા એ ડિવીઝન પોલીસમાં ભોગ બનનારની માતાએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વેપારીની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો. દુષ્કર્મ આચરી વેપારીએ સગીરાને કહ્યું હતું કે, તું 18 વર્ષની થઇ જઇશ ત્યારે હું તારી સાથે લગ્ન કરી લઇશ.