1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 26 ઑગસ્ટ 2023 (14:58 IST)

ભાજપ કૌરવ સેના તો સોનિયા ગાંધી ત્રીજટાનો અવતાર, પોતાને કલ્કી અવતાર ગણાવતા રમેશ ફેફરનો બફાટ

kalki avar
kalki avtar
રમેશ ફેફરે વધુ એક વખત લવારો કરતાં કહ્યું કે હિન્દુ ધર્મના બધા મંદિરો પેટ ભરવાના સાધન છે
 
રાજકોટઃ રમેશ ફેફર પોતાને કળિયુગનો કલ્કિ અવતાર ગણાવી ચૂક્યા છે. આ રમેશ ફેફરે વધુ એક વખત વિવાદિત નિવેદન આપતાં કહ્યું કે, ત્રેતાયુગમાં બ્રાહ્મણો અધર્મી થતા ભગવાન રામે ક્ષત્રિયના ઘરે જન્મ લીધો. દયાંદન સરસ્વતી પણ રાક્ષસ હતો. કળિયુગમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, અને વ્યાપારીઓ ભ્રષ્ટ થઈ ગયા છે. કળિયુગમાં શેરીની સફાઈ કરનાર જ શ્રેષ્ઠ છે. રાજકોટના રમેશ ફેફરે કહ્યું હતું કે, મારું એક વખત મૃત્યુ થઈ ચૂક્યું છે. હું 14 દિવસ મારા શરીરમાં નહોતો.
 
હું વિષ્ણુ ભગવાનનો દસમો અવતાર છું
રમેશફોફરે વિવાદિત નિવેદન કરતાં કહ્યું કે, આગામી 7 વર્ષમાં હું બ્રાહ્મણ, ક્ષત્રિય અને વ્યાપારીઓને હાર્ટ એટેકથી મારી નાખીશ. હિન્દુ ધર્મના બધા મંદિરો પેટ ભરવાના સાધન છે. શા માટે દાન પેટી પ્રથમ આવે છે અને ત્યાર બાદ મૂર્તિના દર્શન થાય છે? વિષ્ણુ ભગવાનનો 9મો અવતાર ઈશુ ખ્રિસ્ત હતા પરંતુ 9મો અવતાર ભગવાન બુધ્ધ નહોતા. હું વિષ્ણુ ભગવાનનો દસમો અવતાર છું. સોનિયા ગાંધી ત્રીજટાનો અવતાર છે. સોનિયા ગાંધીએ સીતાજીની ખુબ સેવા કરે છે. શ્રીરામના આશીર્વાદથી જ સોનિયા ગાંધીને રાજપાટ મળ્યું હતું. જ્યારે ભાજપ કૌરવ સેના છે.
 
રાજકોટમાં ભગવાન શિવજીનો અવતાર છે
રાજકોટમાં ભગવાન શિવજીનો અવતાર છે. જેમણે મારા ઘરે યજ્ઞ પણ કર્યો છે. આ યજ્ઞ કલી રાક્ષશના નાશ માટે કરાવ્યો હતો. મોરારી હરિયાણી મેઘનાદ છે. જગદગુરુ શંકરાચાર્ય રાક્ષસ હતા. ચંદ્રયાન – 3 એ ભાજપનો 615 કરોડનો ચૂંટણી પ્રચાર જ છે તેવી ટીકા કરી હતી. સાથે તેણે દેશના પ્રધાનમંત્રીનું અપમાન કરતાં કહ્યું કે, ચંદ્રયાન 3 નરેન્દ્ર મોદીનો પબ્લિસિટી સ્ટંટ છે.