ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 29 સપ્ટેમ્બર 2023 (18:01 IST)

વર્લ્ડ કપની ભારત-પાકિસ્તાન મેચની ટિકિટોનું વેચાણ 3 સપ્ટેમ્બરથી શરૂ કરાશે

INDIA PAKISTAN
આઈસીસી વન-ડે વર્લ્ડ કપ 2023ની ટિકિટોનું વેચાણ શરૂ થયું છે. 5 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચ રમાશે. જેની ટિકિટનો દર રૂ.1000થી 6000 સુધી છે. એક વ્યક્તિ માત્ર 2 ટિકિટ જ બુક કરી શકે છે.

4 નવેમ્બરે રમાનારી ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયાની મેચની ટિકિટોના દર પણ આટલા જ છે.જ્યારે દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી 10 નવેમ્બરની મેચની ટિકિટોની કિંમત રૂ.500થી રૂ.4000 રાખવામાં આવી છે. અમદાવાદમાં આ 3 મેચ ઉપરાંત ભારત અને પાકિસ્તાન વચ્ચે 14મી ઓક્ટોબરે મેચ રમાશે અને આ મેચની ટિકિટ 3 સપ્ટેમ્બરથી મળશે. જ્યારે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19મી નવેમ્બરનાં રોજ ફાઈનલ પણ રમાવાની છે. આ મેચની ટિકિટો 15મી સપ્ટેમ્બરે મળતી થશે.શુક્રવારે રાતના 8 વાગ્યાથી બુકમાયશૉ વેબસાઈટ પર ભારતની મેચ સિવાયની ટિકિટોનું વેચાણ શરૂ થયું હતું. જોકે, ટિકિટ વેચાણ શરૂ થવાની સાથે જ મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ ટિકિટ બુક કરવા જતા અમુક જ મિનિટોમાં સાઈટ ક્રેશ થઈ હતી. જોકે, અમુક સમય મિનિટો બાદ ક્રિકેટપ્રેમીઓ ફરી ટિકિટ બુક કરી શકતા હતા.