1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 28 જુલાઈ 2023 (16:35 IST)

એશિયા કપ અને વર્લ્ડ કપ પહેલા ટીમ ઈંડિયાના ખેલાડીએ લીધો મોટો નિર્ણય

bhuvneshvar
bhuvneshvar
ટીમ ઈંડિયા વર્ષ 2023ના અનેક મોટા ટૂર્નામેંટમાં ભાગ લેવા જઈ રહ્યુ છે. આ વર્ષે વનડે વર્લ્ડ કપ ઉપરાંત એશિયા કપ, એશિયન ગેમ્સ જેવા ટૂર્નામેન્ટ રમ્યા છે. જ્યા ભારતની પાસે આને જીતવાની શાનદાર તક છે.  બીજી બાજુ ટીમ ઈંડિયા હાલ વેસ્ટઈંડિઝના પ્રવાસ પર છે. આ દરમિયાન ભારતના એક ખેલાડીએ કંઈક એવો નિર્ણય લીધો છે જેનાથી સોશિયલ મીડિયા પર તહલકો મચી ગયો છે. ફેંસ આ મુદ્દાને લઈને ખૂબ ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે. આ મુદ્દો ટીમ ઈંડિયાના ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર સાથે જોડાયેલ છે. ભુવનેશ્વર કુમારે પોતાના સોશિયલ મીડિયા પર કંઈક એવુ કરી દીધુ છે કે જેનાથી ફેંસ વચ્ચે હલચલ મચી ગઈ છે. 

 
સોશિયલ મીડિયા પર મચી ગયો હંગામો 
 
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે અચાનક જ સોશિયલ મીડિયા પર ફેન્સમાં ગભરાટ ફેલાવ્યો છે. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પોસ્ટ અનુસાર, ભુવનેશ્વર કુમારે તેના ઇન્સ્ટાગ્રામ બાયોમાં કેટલાક ફેરફારો કર્યા છે. આ મુજબ તેણે પહેલા પોતાના બાયોમાં ભારતીય ક્રિકેટર લખ્યું હતું. પણ હવે તેમણે તેને ચેંજ કરીને ફક્ત ઈંડિયન લખી દીધુ છે. ફેંસને આ વ વાત ગમી નથી રહી. પણ હવે તેમણે તેને ચેંજ કરીને ફક્ત ઈંડિયન લખી દીધુ છે. ફેંસને આ વાત ગમી નથી રહી. ભુવનેશ્વર કુમારે અત્યાર સુધી રિટાયરમેંટનુ કોઈ એલાન કર્યુ નથી. પણ પોતાના બાયોથી ક્રિકેટર હટાવવા આ વાતનો સંકેત આપી રહ્યા છે કે તે જલ્દી જ કંઈક મોટુ એલાન કરી શકે છે. 
 
ટીમ ઈંડિયામાંથી બહાર છે ભુવનેશ્વર 
 
ભુવનેશ્વર કુમાર લાંબા સમયથી ટીમ ઈંડિયામાંથી બહાર ચાલી રહ્યા છે. તેમણે ભારત માટે અનેક મેચો રમી છે.  
ગયા વર્ષે રમાયેલા ટી20 વર્લ્ડ કપમાં તેઓ ટીમ ઈન્ડિયાનો ભાગ હતા, પરંતુ તે પછી તેમને માત્ર એક જ શ્રેણીમાં રમવાની તક મળી. તેમણે તેમની છેલ્લી મેચ ન્યૂઝીલેન્ડ સામે વર્ષ 2022ના અંતમાં રમી હતી. ભુવનેશ્વર કુમાર  પણ હવે એ સમજી ગયા છે કે ટીમ ઈન્ડિયામાં તેની વાપસી ઘણી મુશ્કેલ દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં, માનવામાં આવે છે કે તે ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયામાંથી રિટાયરમેંટ લઈ શકે છે. જોકે વેદદુનિયા આ વાતની પુષ્ટિ કરતું નથી.