શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 8 સપ્ટેમ્બર 2021 (17:33 IST)

શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2021-22 નું કેલેન્ડર જાહેર

રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2021-22 નું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.  દર વર્ષે માર્ચ-એપ્રિલમાં શૈક્ષણિક કેલેન્ડર જાહેર થઈ જાય છે પણ કોવિડના કારણે આ વર્ષ શૈક્ષણિક કેલેન્ડર મોડું જાહેર કરવામાં આવ્યુ છે.
 
- આ કેલેન્ડર મુજબ ધોરણ 9 થી 12 ની પ્રથમ કસોટી 18 થી 27 ઓક્ટોબર દરમિયાન લેવાશે. જ્યારે 27 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન બીજી કસોટી લેવામાં આવશે.
 
-  શૈક્ષણિક કેલેન્ડર મુજબ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 14 માર્ચથી 30 માર્ચ સુધી યોજાશે, 
 
-  દિવાળી વેકેશન 21 દિવસ, ઉનાળુ વેકેશન 35 દિવસનું રહેશે
 
- અન્ય ધોરણોની વાર્ષિક પરીક્ષા 11 એપ્રિલથી 21 એપ્રિલ દરમિયાન યોજાશે. 
 
- આ વર્ષે ધોરણ 9 થી 12 ના અભ્યાસક્રમમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહિ. 
 
- પ્રથમ સત્ર  118 દિવસનું રહેશે જ્યારે બીજા સત્રમાં 130 દિવસનું કાર્ય રહેશે. નવું શૈક્ષણિક સત્ર 6
જૂન 2022 થી શરૂ થશે