1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 17 જુલાઈ 2021 (09:44 IST)

GSEB 12th Result 2021: આજે ધોરણ 12 સાયન્સમાં એક લાખ 7 હજાર 264 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું

GSEB Gujarat Board 12th Result 2021: આજે ધોરણ 12 સાયન્સમાં એક લાખ 7 હજાર 264 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત 100 ટકા પરિણામ જાહેર થયું છે.

જેમાં 3245 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.
જ્યારે 15 હજાર 284 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે.
A ગ્રૂપમાં 466 વિદ્યાર્થીઓએ 99 ટકાથી વધુ માર્ક્સ મેળવ્યા છે.
જ્યારે B ગ્રૂપમાં 657 વિદ્યાર્થીઓએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે.
અમદાવાદ શહેરમાં 109 વિદ્યાર્થીઓ અને અમદાવાદ ગ્રામ્યમાં 73 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.
સૌથી વધુ 26831 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે.

ધોરણ 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને કોરોનાને કારણે માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. પરંતુ રિઝલ્ટ જાહેર થતાં તેમની માર્કશિટમાં ક્યાંય માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. વિદ્યાર્થીઓને પરંપરાગત માર્કશિટ જ પ્રાપ્ત થશે. અત્યારે માત્ર શાળાઓ જ પરિણામ જોઈ શકશે. શાળાઓ જ વિદ્યાર્થીઓને પરિણામ જણાવશે. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, પરિણામ અંગે સરકારે જે ફોર્મેટ જાહેર કર્યું તેનાથી પરિણામ માટે અંદાજ હતો. આજે પરિણામ જાહેર થયું તેથી તેની કોપી લેવા આવ્યા છીએ.પરિણામને લઇને વિદ્યાથીઓમાં ખુશીનો માહોલ છે.પરિણામ અંગે વિદ્યાર્થીઓએ ચર્ચા પણ કરી જેમાં કોલેજમાં કઈ રીતે પ્રવેશ મેળવવો, કઈ સ્ટ્રીમમા આગળ વધવું તે તમામ બાબતે ચર્ચા કરી અને સ્કૂલના આચાર્યએ પણ વિદ્યાર્થીઓને સલાહ સૂચન આપ્યા હતાં.
 
GSEB 12th Result 2021 શાળાઓ આ સ્ટેપ્સ દ્વારા કરી શકશે ચેક 
 
સ્ટેપ  1: ગુજરાત બોર્ડ 12 મા પરિણામ માટે સત્તાવાર વેબસાઇટ gseb.org ની મુલાકાત લો.
સ્ટેપ 2: આ પછી, વેબસાઇટ પર આપેલ 12 મા પરિણામની લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3: હવે વિનંતી કરેલી માહિતી સબમિટ કરો.
સ્ટેપ 4: પરિણામ સ્ક્રીન પર દેખાશે.
સ્ટેપ 5: હવે તે તપાસો.

વિદ્યાર્થીઓને આ રીતે અપાશે માર્ક્સ 
 
આ વર્ષ ગુજરાત બોર્ડ 12માની પરીક્ષા રદ્દ થયા પછી વિદ્યાર્થીઓનુ રિઝલ્ટ 10મા ઘોરણને લઈને અત્યાર સુધીના પરફોમેંસના આધાર પર બનશે. ગુજરાત બોર્ડ ક્લાસ 12ના વિદ્યાર્થીઓની માર્કિંગ 50:25:25 ના અનુપાતમાં કરશે. મતલબ કુલ 100 ટકામાંથી 50 ટકા માર્ક્સ સ્ટુડેંટના 10મા બોર્ડ એક્ઝામના આધાર પર આપવામાં આવશે. જ્યારે કે 25 ટકા ક્લાસના 11ના યૂનિટ ટેસ્ટ અને બાકીના 25 ટકા ક્લાસ 12માં થયેલ યૂનિટ ટેસ્ટના આધાર પર મળશે. 

ધોરણ 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને કોરોનાને કારણે માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. પરંતુ રિઝલ્ટ જાહેર થતાં તેમની માર્કશિટમાં ક્યાંય માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. વિદ્યાર્થીઓને પરંપરાગત માર્કશિટ જ પ્રાપ્ત થશે. અત્યારે માત્ર શાળાઓ જ પરિણામ જોઈ શકશે. શાળાઓ જ વિદ્યાર્થીઓને પરિણામ જણાવશે.વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, પરિણામ અંગે સરકારે જે ફોર્મેટ જાહેર કર્યું તેનાથી પરિણામ માટે અંદાજ હતો. આજે પરિણામ જાહેર થયું તેથી તેની કોપી લેવા આવ્યા છીએ