શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 19 માર્ચ 2021 (21:55 IST)

વટવા જીઆઇડીસીમાં આવેલી ફેક્ટરીમાં લાગી આગ, 38 ફાયર ફાઇટર ઘટનાસ્થળે

ગુજરાતમાં સતત આગ લાગવાના બનાવો સતત બની રહ્યા છે. ગઇકાલે વડોદરાના માંડવી વિસ્તારમાં આવેલી વિજય વલ્લભ હોસ્પિટલના ચોથા માળે આગ લાગી હતી. ત્યારે આજે અમદાવાદની વટવા જીઆઇડીસીમાં આગ લાગી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
 
અમદાવાદની વટવા GIDCના ફેઝ-4માં આવેલી મરુધર ઇન્ડસ્ટ્રી ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી છે. આગની ઘટના સાથે અનેક બ્લાસ્ટ પણ થાય હતા. હવામાં ધૂમાડાના ગોટા પણ જોવા મળ્યા હતા. જો કે, આગની ઘટના પહેલા જ આસપાસના કર્મચારીઓ સુરક્ષિત જગ્યાએ દોડી ગયા હતા. આગની ઘટનાની જાણ થતા એક પછી એક 38 ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડે કોલ પણ જાહેર કર્યો છે. 
 
જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જો કે આગ એટલી હદે વિકરાળ છે કે ફાયર ફાયર સાથે લેડર પણ બોલાવવામાં આવી છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર મહિનામાં વટવામાં આવેલી માતંગી ઇન્ડસ્ટ્રીઝ અને જેકસન કલેકમમાં લાગેલી આગના કારણે અન્ય બે ફેકટરીઓ પણ આગની ઝપેટમાં આવી ગઇ હતી.