શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 3 માર્ચ 2019 (18:48 IST)

મહાશિવરાત્રિ પર બ્રહ્માકુમારીઝ દ્વારા પરમપિતા પરમાત્મા શિવના દિવ્ય અવતરણની યાદગાર રૂપે શિવ ધ્વજારોહણ અને, બરફના દિવ્ય જ્યોતિર્લિંગની ઝાંખી તથા સાંસ્કૃતિક કાર્યક્રમો.

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધ્યાલય ગાંધીનગર  દ્વારા પરમપિતા પરમાત્મા શિવના દિવ્ય અવતરણની યાદગાર મહાશિવરાત્રી ૪ માર્ચસોમવારે શિવ ધ્વજારોહણ, બરફના દિવ્ય જ્યોતિર્લિંગની ઝાંખી, સાંસ્કૃતિક કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવેલ છે.

ભારતની પાવન ભૂમી પર સ્વર્ગની સ્થાપના માટે ૧૯૩૬માં નિરાકાર શિવ પરમાત્માએ પ્રજાપિતા બ્રહ્માના સાકાર તનમાં દિવ્ય અવતરણ કરેલ અને મનુષ્યને દેવ બનાવવાના ભગિરથ કાર્ય માટે પોતાના સીધા નિર્દેશન તળે ફક્ત બહેનો દ્વારા સંચાલિત અને નિર્દેશિત, પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધ્યાલયની સ્થાપના કરેલ. જેની યાદગાર ૮૩મી શિવજયંતિ- મહાશિવરાત્રી પર વિધ્યાલયના વિશ્વના ૧૪૩ દેશોમાં આવેલ ૮,૫૦૦ સેવાકેન્દ્રોના ૯ લાખ જેટલા પવિત્ર બ્રહ્માકુમાર ભાઈ બહેનો શિવ ધ્વજારોહણ બાદવિશ્વ કલ્યાણ, શાંતિ, વિશ્વ બંધુત્વ, આનંદ અને પ્રેમના પ્રકંપનો ફેલાવશે અને વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમ દ્વારા શિવપિતાનો સંદેશ જન જન સુધી પહોંચાડશે.

ગાંધીનગરમાં પણ સોમવાર, ૪, માર્ચ, ૨૦૧૯- મહાશિવરાત્રીના પાવન દિવસે આદરણીય બ્રહ્માકુમારી કૈલાશદીદીના નિર્દેશન તળે, (૧) બ્રહ્માકુમારીઝ, સેકટર-૨૮ સેવાકેન્દ્ર દ્વારા સવારે ૬.૦૦ થી રાત્રે ૧૦.૦૦ જ્યોતેશ્વર મહાદેવ, વિરાટ નગર, સેકટર-૨૩ ખાતે બરફના દિવ્ય જ્યોતિર્લિંગની ઝાંખી, વિશ્વ નવનિર્માણ આધ્યાત્મિક પ્રદર્શન, તથા ૫ થી ૭ માર્ચ સવારે ૮.૦૦ થી ૯.૦૦ અને રાત્રે ૮.૦૦ થી ૯.૦૦ તનાવ મુક્તિ માટે વિનામૂલ્યે સહજ રાજયોગ શિબિર અને બ્રહ્માકુમારીઝ, શિવ શક્તિ ભવન, પ્લોટ નં. ૭૫૧, સેકટર- ૨૮ ખાતે પણ ૫ થી ૭ માર્ચ, સવારે ૮.૦૦ થી ૯.૦૦, બપોરે ૪.૦૦ સે ૫.૦૦ રાત્રે ૮.૦૦ થી ૯.૦૦ તનાવ મુક્તિ માટે વિનામૂલ્યે સહજ રાજયોગ શિબિર, (૨) બ્રહ્માકુમારીઝ, ૨૫ પારિજાત હોમ્સ, શાંતમ પાર્ટી પ્લોટ સામે, સરગાસણ ખાતે સવારે ૬.૦૦ થી રાત્રે ૧૦.૦૦ બરફના દિવ્ય જ્યોતિર્લિંગની ઝાંખી, વિશ્વ નવનિર્માણ આધ્યાત્મિક પ્રદર્શન,  તથા ૫ થી ૧૧ માર્ચ, સવારે ૮.૦૦ થી ૯.૦૦, બપોરે ૪.૦૦ સે ૫.૦૦ રાત્રે ૮.૦૦ થી ૯.૦૦ તનાવ મુક્તિ માટે વિનામૂલ્યે સહજ રાજયોગ શિબિર, (૩) બ્રહ્માકુમારીઝ, બ્લોક નં.૨૮, સર્વોદય નગર હાઉસીંગ સોસાયટી, સેકટર-૩૦ ખાતે સવારે ૬.૦૦ થી ૧૦.૦૦  બરફના દિવ્ય જ્યોતિર્લિંગની ઝાંખી, શિવ શંકરની ચૈતન્ય ઝાંખી, વિશ્વ નવનિર્માણ આધ્યાત્મિક પ્રદર્શન, વ્યસન મુક્તિ કેમ્પ, સાંજે ૬.૦૦ થી રાત્રે ૮.૦૦ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ, નૃત્ય નાટિકા, ગીત સંગીત, તથા ૫ થી ૧૧ માર્ચ સવારે ૮.૦૦ થી ૯.૦૦, બપોરે ૪.૦૦ સે ૫.૦૦ રાત્રે ૮.૦૦ થી ૯.૦૦ તનાવ મુક્તિ માટે વિનામૂલ્યે સહજ રાજયોગ શિબિર,            (૪) બ્રહ્માકુમારીઝ, વેલાપરૂ, ગોવાળની ખડકી સામે, ઉગમણી ભાગોળ, સરઢવ ખાતે સવારે ૯.૦૦ થી સાંજે ૮.૦૦ વિશ્વ નવનિર્માણ આધ્યાત્મિક પ્રદર્શન, શોભાયાત્રા તથા વિનામૂલ્યે રાજયોગ શિબિર અને  (૫) બ્રહ્માકુમારીઝ, બાબા ભવન, ઉર્જાનગર-૧,સિટી પલ્સ પાસે, રાંદેસણ, તા.જી.ગાંધીનગર ખાતે સવારે ૬.૦૦ થી રાત્રે ૧૦.૦૦ સોમનાથ દર્શન, શિવ યોગ અનુભૂતિ વિડીયો શો, શિવરાત્રી રહસ્ય–દર્શન પ્રદર્શની, વેલ્યુ ગેમ તથા ૫ થી ૭ માર્ચ સવારે ૮.૦૦ થી ૯.૦૦ અને સાંજે ૫.૦૦ થી ૬.૦૦ રાજયોગ શિબિર રાખવામાં આવેલ છે.

       મહાશિવરાત્રીના પાવનતમ પર્વ પર શિવભક્તોને ભોળાનાથ પાસેથી  ખાસ શાંતિ અને કલ્યાણની અનુભૂતિ માટે ઉક્ત તમામ કાર્યક્રમોનો અચૂક લાભ લેવા રાજયોગી બ્રહ્માકુમાર રાજુભાઈ એ ખાસ ઈશ્વરીય નિમંત્રણ પાઠવેલ છે. 
 
તસ્વિર: મહાશિવરાત્રી પાવન પર્વ પર જન જન ને શિવસંદેશ પહોચાડવા માટે આજે, રવિવારે સવારે બ્રહ્માકુમારીઝ, સેકટર-૨૮થી પ્રસ્થાન પામી , સેકટર-૨૩, અને સેકટર-૨૪ અને સેકટર-૨૮ પરત ફરેલ, ૩૨ચાર પૈડાવાળા અને ૩૦ બે પૈડાવાળા વાહનો સહિતની શોભાયાત્રામાં શિવ પરમાત્માના સૂચક શિવલીંગની પૂજા કરી હાર પહેરાવતાં આદરણીય કૈલાશ દીદીજી તથા કોર્પોરેટર ભગિની હર્ષાબા ધાંધલ દ્રષ્ટી ગોચર થાય છે.