રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 17 સપ્ટેમ્બર 2018 (13:03 IST)

રાપરની આંતરરાષ્ટ્રીય બેલા સરહદ પરથી પાકિસ્તાની નાગરિક ઝડપાયો

કચ્છના રાપર તાલુકાની આંતરરાષ્ટ્રીય બેલા સરહદ પાસેથી પાકિસ્તાનો એક નાગરિક ઝડપાયો છે. બેલા નજીકની આંતરરાષ્ટ્રીય સરહદ પર બીએસએફની 37 કંપનીના જવાનો બોર્ડર પર પેટ્રોલીંગમા હતા ત્યારે આ શખ્સ ઝડપાયો હતો. મહત્વનું છે, કે ઝડપાયેલ આ પાકિસ્તાના નાગરિકનું નામ જીવણ પ્રભુ છે અને પોતે કોળી હોવાનું જણાવી રહ્યો છે. બેલા સરહદ પરથી ઝડપાયેલા આ શખ્શ પાસે થી એક મોબાઈલ ફોન,પચાસ રૂપિયાનુ પાકિસ્તાન ચલણ, ઉર્દુ ભાષામાં લખેલ લીલા રંગની ધાર્મિક પત્રિકા એક ઉર્દુમાં લખેલ આઇ કાર્ડ જપ્ત કરવામાં આવ્યું છે. બી.એસ.એફ દ્વારા રાપર તાલુકાના બાલાસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ માટે પોલીસને હવાલે કર્યો છે.  પછીથી તેને જોઈન્ટ ઈન્ટોગેસન ખાતે ખસેડવામાં આવશે.