બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 17 સપ્ટેમ્બર 2018 (13:01 IST)

ગુજરાતમાં જબરદસ્ત દારબંઘીઃ બુટલેગરના ત્રાસથી યુવકે સિહોર પોલીસ મથકમાં કર્યું આત્મવિલોપન

સરકાર દ્વારા દારૂબંધીના કાયદાનો કડક અમલ થતો હોવાની વાતો કરવામાં આવી રહી છે. ત્યારે સિહોર પોલીસ મથકમાં બુટલેગરના ત્રાસથી કંટાળેલા એક યુવકે રવિવારે આત્મવિલોપન કરતા દારૂબંધીના કાયદાની પોલ ખુલ્લી થઈ છે. આ યુવકે પોલીસ મથકમાં પોતાના શરીર પર પેટ્રોલ છાંટી આગ લગાવી લેતા ભડભડ સળગવા લાગ્યો હતો. જેને પગલે પોલીસ મથકમાં ભારે દોડધામ મચી ગઇ હતી. જો કે હાજર રહેલા પોલીસકર્મીઓએ તાત્કાલિક આગ બુઝાવી યુવકને સારવાર માટે ખસેડ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું આજે સોમવારે મોત નિપજ્યુ હતું. મળતી વિગત અનુસાર આજે સાંજે ગિરીશ બારૈયા નામનો એક યુવાન સિહોર પોલીસ મથકમાં આવ્યો હતો. અચાનક કોઈ કંઈપણ સમજે તે પહેલાં જ આ યુવકે પોતાના શરીરે પેટ્રોલ છાટી આગ ચાંપી દીધી હતી. જો કે પોલીસકર્મીઓએ સમયસર આગ પર કાબુ મેળવી લીધો હતો. પરંતુ યુવકને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે સર ટી. હોસ્પિટકમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યુ હતું. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને SP સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. સમગ્ર મામલે યુવકની પ્રાથમિક પૂછપરછમાં કુખ્યાત બુટલેગર જયેશ ભાણજીની ધમકીથી કંટાળી તેણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈને પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે બુટલેગરના ત્રાસથી સામાન્ય લોકોએ આત્મવિલોપન કરવું પડતા પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.