ગુજરાતમાં 8 મહિનામાં 1376 લક્ઝુરિયસ કારનું વેચાણ, વેચાણમાં સૌથી વધારે 131 મર્સિડીઝ કાર
કોરોના પહેલાં માત્ર બિઝનેસમેન જ લક્ઝુરિયસ કાર ખરીદતા હતા, પરંતુ હવે વકીલ, ડોક્ટર અને સીએ સહિતના વ્યવસાયકારો પણ મોભાદાર કારોની ખરીદી કરતા થઈ ગયા છે. કોરોનાની કથિત મંદી વચ્ચે એક તરફ રાજ્યભરમાં લક્ઝુરિયસ કારના વેચાણમાં વધારો થયો છે. ત્યારે માત્ર સુરતમાં જ છેલ્લા આઠ મહિનામાં 338 લક્ઝુરિયસ કારોનું વેચાણ થયું છે, જે રાજ્યના 25 ટકા થાય છે. આ વેચાણમાં સૌથી વધારે 131 મર્સિડીઝ કાર છે, જ્યારે 92 BMW અને 32 જેગુઆર છે.રાજ્યમાં અંદાજે દર વર્ષે 2400 લક્ઝુરિયસ કારનું વેચાણ થાય છે. એકલા સુરતમાં જ 550 જેટલી કાર વેચાય છે, જેમાંથી 50 ટકા મર્સિડીઝ હોય છે. ગુજરાતમાં લક્ઝુરિયસ કારના કુલ વેચાણમાંથી 75 ટકા ડીઝલ કાર અને 25 ટકા પેટ્રોલ કારનું હોય છે, જ્યારે સુરતમાં 80 ટકા ડીઝલ કાર અને 20 ટકા પેટ્રોલ કારનું વેચાણ થાય છે. શહેરમાં વિશ્વકક્ષાનું ડાયમંડ બુર્સ આકાર લઈ રહ્યું છે ત્યારે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લાખો ઉદ્યોગકારો મુંબઈથી સુરતમાં વસવાટ કરવા આવશે. એને કારણે પણ સુરતમાં લક્ઝુરિયસ કારના વેચાણમાં વધારો થશે, એવો સ્થાનિક શોરૂમમાલિકોનો મત છે, જેથી લક્ઝુરિયસ કાર કંપનીઓ હવે સુરતમાં આ પ્રમાણેનું પ્લાનિંગ કરી રહી છે.સૌથી વધારે લક્ઝુરિયસ કાર બિઝનેસમેનો જ વસાવતા હતા, પરંતુ કોરોનાકાળ બાદ 45થી 60 વય જૂથના લોકો તેમજ ખાસ કરીને સીએ, ડોક્ટર, વકીલ વગેરે પણ ખરીદી કરી રહ્યા છે. બીજી તરફ, કોરોના હોવાથી મુંબઈ, અમદાવાદ, વડોદરા જવા ટ્રેન કે પ્લેનની મુસાફરી ટાળી લોકો આરામદાયક કારમાં સફર કરવાનું વધારે પસંદ કરે છે. અમારી સંસ્થાએ 10 મહિનામાં 300 ટકાનો ગ્રોથ કર્યો છે.