શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 26 ડિસેમ્બર 2019 (18:40 IST)

અમદાવાદની કોર્ટયાર્ડ બાય મેરિયોટ્ટમાં આ રીતે કરાઇ ક્રિસમસની ઉજવણી

ક્રિસમસ એ પ્રેમ અને આનંદ ફેલાવવાનો ઉત્સવ છે, પરંતુ અમદાવાદમાં ક્રિસમસ સ્વાદિષ્ટ આહારથી માંડીને અનોખી ઉજવણીનો પ્રસંગ ગણાય છે. કોર્ટયાર્ડ બાય મેરિયોટ્ટ અમદાવાદે આ ઉજવણીમાં સામેલ થવા તેના મહેમાનો માટે મોમો કાફે ખાતે ખાસ મેનુનું આયોજન કર્યું હતું, જે આ પ્રસંગ માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું હતું.
લાઈવ રોસ્ટ સેશન ખાતે હની રોસ્ટેડ સ્વીટ પોટેટો, ગ્લેઝ્ડ એપલ્સ, કેરેમલાઈઝડ પાઈનેપલ, મિન્ટ સોસ અને ગીલબર્ટ ગ્રેવી તથા કેનબરી સોસ શાકાહારીઓ માટે ભારે આકર્ષણરૂપ બની રહ્ય હતા, જ્યારે પિકવન્ટ રોસ્ટ ટર્કી અને જેસ્ટી રોસ્ટ લેગ ઓફ લેમ્બ બિનશાકાહારી ભોજન રસિકો માટે ખાસ આકર્ષણ હતા. 
આ ઉજવણીને નવી ઉંચાઈ બક્ષવા માટે બિલ્ડીંગ ઉપર હોટલના પેસ્ટ્રી શેફ દ્વારા બેક કરાયેલ 15 ફૂટનું લાઈફસાઈઝ જીંજર બ્રેડ હાઉસ મૂકવામાં આવ્યું હતું. આ ઉપરાંત સુંદર રીતે શણગારેલ ક્રિસમસ ટ્રી તેમજ વિવિધ પ્રકારની ક્રિસમસ કેક, પ્લમ પુડીંગ, સ્ટોલન બ્રેડ અને અન્ય ઘણાં આકર્ષણો દર્શાવાયા હતા. જીંજર બ્રેડ હાઉસ અને ટ્રી તમામ મહેમાનો માટે તેમજ ખાસ કરીને બાળકો માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સુશોભન અને કેરોલ્સના સંગીતની પશ્ચાદ્દ ભૂમિકામાં મહેમાનોને સ્વાદિષ્ટ ભોજનના અનેક વિકલ્પો આપવામાં આવ્યા હતા.