1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 14 ઑક્ટોબર 2021 (18:43 IST)

મહિલા TDO લાંચ લેતા ઝડપાયા, રૂ. 4.45 લાખ માગવાનો આરોપ

પંચમહાલ જિલ્લાના શહેરાના મહિલા TDO ઝરીના વસીમ અંસારી કોન્ટ્રાક્ટર પાસેથી 4.45 લાખ માગવાના લાંચ કેસમાં એસીબીના હાથે ઝડપાઇ ગયા છે. શહેરામાં TDO ઝરીના અંસારીની ગ્લેમરસ તસવીરો આવી છે. ઝરીના અંસારી સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે.
 
હેમંત પ્રજાપતિ તથા કિર્તીપાલ સોલંકીએ ફરિયાદી પાસે વધુ રૂપિયા એક-એક લાખ તથા આરોપી ટીડીઓ ઝરીનાબેને આરોપી રીયાઝ મનસુરી મારફતે રૂા. 2,45,000ની માંગણી કરી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોઇ એસીબીમાં ફરિયાદ કરી હતી. જેને આધારે બુધવારે એસીબીએ છટકું ગોઠવી આરોપી હેમંત પ્રજાપતિ, આરોપી કિર્તીપાલ સોલંકી તથા આરોપી રીયાઝ મનસુરીને કોન્ટ્રાકટરની ઓફિસેથી 1-1 લાખની લાંચ સ્વીકારતા ઝડપ્યા હતાં. તથા ટીડીઓ વતી લાંચ લેવા આવેલા રીયાઝ મનસુરીને શંકા જતાં લાંચની રકમ લીધી ન હતી.
 
આરોપી હેમત પ્રજાપતિ અને કીર્તીપાલ સોલકી લાંચ લેતાં એસીબીના હાથે ઝડપાયા હતા. જ્યારે TDO ઝરીના અન્સારી વતી લાંચ લેવા આવેલા આરોપી રીયાઝ મનસુરીને પણ ઝડપી લીધો હતો. શહેરા ટીડીઓ ઝરીનાબેન વચેટીયા મારફતે લાંચની માંગણી કરતાં અમદાવાદ એસીબીના પોસઇ કે.કે.ડીંડોડ તથા સ્ટાફે ટીડીઓને પકડી લીધા હતા. પકડાયેલા ચારે લાંચિયા અધિકારીને ગોધરા એસીબી મથકે લાવી કાર્યવાહી કરી હતી.