શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 13 ઑક્ટોબર 2021 (20:21 IST)

નવા મંત્રીઓનો નવો સ્ટાફ, પટેલ સરકારના 24 મંત્રીઓ માટે નવા સ્ટાફની નિમણૂંક કરાઈ

પટેલ સરકારના મંત્રીઓના અંગત સચિવ, અંગત મદદનીશ અને અધિક અંગત સચિવોની નિમણૂંક
 
રાજ્યમાં નવી સરકારમાં મંત્રીઓની શપથ ગ્રહણના 1 મહિનો પૂરો થવાના 2 દિવસ અગાઉ તમામ મંત્રીઓના નવા અંગત સચિવ અને અંગત મદદનીશની નિમણૂંક કરવામાં આવી છે. આ અગાઉ 15મી સપ્ટેમ્બરે બે મહિનાના નિશ્ચિમ સમયગાળા માટે તમામ મંત્રીઓના કામચલાઉ PA તથા PSને નિમણૂંક આપવામાં આવી હતી. જોકે તેમની નિમણૂંકની તારીખ પૂરી થતા અગાઉ જ મંત્રીઓને નવા PA, PS ફાળવી દેવાયા છે.
 
અધિકારીઓ માટે પણ નો રિપીટ થિયરી
અગાઉ રૂપાણી સરકારના મંત્રીઓને ત્યાં PA, PS રહી ચૂકેલા અધિકારીઓ માટે પણ નો રિપીટની થિયરી અપનાવાઈ રહી છે અને નવા જ અધિકારીઓની નિમણૂંક કરવાનો આગ્રહ રખાઈ રહ્યો હતો. એવામાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તમામ નવા 24 મંત્રીઓ માટેના અંગત સચિવ, અધિક અંગક સચિવ અને અંગત મદદનીશની નિમણૂંક કરાઈ છે.
 
અગાઉ કામચલાઉ PA,PSની નિમણૂંક કરાઈ હતી
રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નવા મંત્રીઓના કાર્યાલયમાં અંગત સચિવની કામગીરી માટે સેક્શન અધિકારી અને અંગત મદદનીશની કામગીરી માટે નાયબ સેક્શન અધિકારીને 16 સપ્ટેમ્બર 2021થી 15 નવેમ્બર 2021 સુધી બે મહિનાના નિશ્ચિત સમયગાળા માટે કામચલાઉ સ્ટાફ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.