રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 12 જાન્યુઆરી 2022 (18:17 IST)

Live - કોરોનાના વધતા કેસ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલે અને સી.આર.પાટીલે ઈમરજન્સી બેઠક, જાણો કેબિનેટ બેઠકમાં શું લેવાયા નિર્ણય?

ગુજરાતમાં હાલ કોરોનાના 7000થી વધુ કેસો નોંધાવા લાગ્યા છે, જેને પગલે નિયંત્રણો પણ વધુ ને વધુ કડક કરવામાં આવી રહ્યા છે. કોરોના વિસ્ફોટ થતા CM ભૂપેન્દ્ર પટેલે અને સી.આર.પાટીલે ઈમરજન્સી બેઠક બોલાવી હતી. જેને પગલે તમામ મંત્રીઓ મુખ્યમંત્રીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા 
 
કેબિનેટ બેઠકમાં શું લેવાયા નિર્ણય?
 
- ગાંધીનગર ખાતે કોરોના વાયરસના વધતા સંક્રમણને લઈને આજ રોજ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
-  આ દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓ અને અધિકારીઓને મહત્વની સૂચના આપી છે. તો મુખ્યમંત્રી દ્વારા વિકાસ કાર્યો અને બજેટ અંગે કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા છે.
- રાજ્યના લોકો માટે 1000 નવી બસો ખરીદવાનો નિર્ણય કરાયો છે. 
- આ ઉપરાંત 500 સુપર એક્સપ્રેસ બસો ફાળવવાનો નિર્ણય કરાયો છે. 
- ભરૂચમાં થતાં નેશનલ હાઈવે 8 ઉપર ટ્રાફિક જામની સમસ્યાને દૂર કરવા માટે ભરૂચના ઊભેણ ખાતે વધુ એક પુલ 27 કરોડના ખર્ચે બનાવવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. 
- એક કોસ્ટલ હાઈવે બનવાની પણ જાહેરાત કરી છે. 135 કિમીની નવી લિંક સાથેનો આ કોસ્ટલ હાઈવે બનશે. જે  બોરસદ, તારાપુર, વટામણ, ધોલેરા થઇને ભાવનગર રસ્તો જાય છે, તેમના સ્થાને ખંભાત, કાળા તળાવ અને આંબલી પાટીયા સુધીની લિંકને જોડતો નવો રસ્તો બનશે. 
 
પ્રદેશ પ્રમુખ પાટીલ અને મુખ્યમંત્રીએ દરેક મંત્રીઓને સીએમના બંગલે બોલાવ્યા છે. સંગઠન અને સરકાર સાથે મળીને કોરોનાને કાબૂમાં લેવા માટેનો એક્શન પ્લાન ઘડી કાઢશે. ભાજપ ગુજરાત પ્રદેશ મેડિકલ સેલ દ્વારા રાજ્યના તમામ જિલ્લા-મહાનગરમાં મેડિકલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. સાંજ સુધીમાં પ્રદેશ હોદ્દેદારોને જવાબદારી પણ સોંપી દેવામાં આવશે. આ મેડિકલ ટાસ્ક ફોર્સની પ્રદેશ પ્રમુખ પાટીલ દરરોજ સમીક્ષા કરશે. જ્યારે મંત્રીઓએ પોત પોતાના જિલ્લાના કેસ, ટેસ્ટિંગ અને ટ્રેસિંગનું મોનિટરિંગ કરશે.