રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 12 જાન્યુઆરી 2022 (10:27 IST)

શહેજાદ ખાન પઠાણ બન્યા એએમસીમાં વિપક્ષના નેતા, ભૂતકાળમાં લાગ્યા હતા અભદ્ર વ્યવહારના આક્ષેપો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આખરે વિપક્ષના નેતાની નિમણૂકની ગૂંચવણનો ઉકેલ આવી ગયો છે. દાણીલીમડા વોર્ડના યુવા કોર્પોરેટર શહેજાદ ખાન પઠાણને આગામી એક વર્ષ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા છે, જ્યારે નીરવ બક્ષીને વિપક્ષના ઉપ-નેતા અને વિપક્ષના દંડક તરીકે જગદીશ રાઠોડની નિમણૂક કરવામાં આવી છે.
 
પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ૧૦ કોર્પોરેટરે રાજીનામા આપી દીધા હોવાછતાં શહેજાદ ખાનને નેતા વિપક્ષ બનાવવાનો કડક ર્નિણય કર્યો છે. કોર્પોરેટર રાજશ્રી કેસરીએ ‘લડકી હું લડ સકતી હૂ ના નામે એક વીડિયો પ્રિયંકા ગાંધીને મોકલીને શહેજાદ ખાન પઠાણ સામે અભદ્ર વ્યવહારનો આક્ષેપ કર્યો છે, આ સાથે પ્રિયંકા ગાંધી સમક્ષ ન્યાયની માગ કરી છે.
 
નિરીક્ષકોએ ૧૦ કોર્પોરેટર વિરુદ્ધ ગેરશિસ્તના પુરાવા પણ રજૂ કર્યા હતા. જે ૪ કોર્પોરેટરને નોટિસ અપાઈ છે તેમની પાસે ૭ દિવસમાં લેખિત ખુલાસો માગવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા તરીકે દાણીલીમડાના યુવા કોર્પોરેટર શહેજાદ ખાન પઠાણની કોર્પોરેટર તરીકે ત્રીજી ટર્મ છે.
 
વર્ષ ૨૦૧૦- ૨૦૧૫, ૨૦૧૫- ૨૦૨૦ અને ૨૦૨૧થી ચાલુ ટર્મમાં કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર છે. શહેજાદખાન દાણીલીમડા વિસ્તારમાં સન્ની બાબા તરીકે ઓળખાય છે. લઘુમતી સમાજના યુવા નેતા તરીકે જાણીતો ચહેરો છે. શહેજાદ ખાન પઠાણે ઓસ્ટ્રેલિયામાં સ્મ્છ કર્યું હતું. તેમજ કોંગ્રેસે ૨૦૧૦માં સૌથી નાની ઉંમરે ચૂંટણી લડાવી હતી.
 
અમદાવાદમાં નવાબ બિલ્ડર ગ્રુપ સાથે શહેજાદ ખાન જાેડાયેલો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા તરીકે શહેજાદખાન પઠાણના નામની જાહેરાત થતાં તેમના સમર્થકો દાણીલીમડા નવાબ બિલ્ડરની ઓફિસ ખાતે ભેગા થયા હતા. સમર્થકોએ રોડ પર ફટાકડા ફોડી અને મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી.
 
સમર્થકોએ શહેજાદખાનને ખભે ઊંચકી લીધો હતો. વિપક્ષના ઉપનેતા બનાવાયેલા નિરવ બક્ષી દરિયાપુર વોર્ડના કોર્પોરેટર છે. કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર સુરેન્દ્ર બક્ષીના પુત્ર છે. પ્રથમ વખત તેઓને દરિયાપુર વોર્ડમાંથી તેમના પિતાની જગ્યાએ ટિકિટ આપવામાં આવી હતી અને કોર્પોરેટર બન્યા હતા. તેમના પિતા સુરેન્દ્ર બક્ષી સતત પાંચ ટર્મ કોર્પોરેટર રહી ચૂક્યા છે. આ ઉપરાંત વિપક્ષના નેતા પણ હતા. તેની સાથે સાથે છસ્‌જીના ચેરમેન અને સ્ટેન્ડિંગ કમિટિના સભ્ય તરીકે પણ કોર્પોરેશનમાં જવાબદારી નિભાવી ચૂક્યા છે.
 
આ પહેલાં ૯ જાન્યુઆરીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષ નેતા તરીકે દાણીલીમડાના કોર્પોરેટર શહેજાદખાન પઠાણની નિયુક્તિ કરવાના ર્નિણયને પગલે કોંગ્રેસના ૧૦ કોર્પોરેટરોએ આપેલા રાજીનામાં આપી દીધા હતા, જેને કોંગ્રેસે ગંભીર નોંધ લીધી હતી.
 
ત્યાર બાદ પ્રદેશ પ્રમુખે નિરીક્ષકો સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ ચાંદખેડા વોર્ડના કોર્પોરેટર રાજશ્રી કેસરી, બહેરામપુરાનાં કોર્પોરેટર કમળા ચાવડા અને જમના વેગડા, સરખેજના હાજી મિર્ઝાને પ્રદેશ કાર્યાલય બહાર આપેલા નિવેદનને પગલે કોંગ્રેસ શિસ્ત સમિતિએ ચારેય કોર્પોરેટરને કારણ દર્શક નોટિસ પાઠવી હતી.